પ્રવાસીમાં આનંદો! અમદાવાદ-તિરુચિરાપલ્લી વચ્ચે દોડશે વિન્ટર સ્પેશિયલ ટ્રેન
Ahmedabad: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને તિરુચિરાપલ્લી વચ્ચે વિશેષ સાપ્તાહિક ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09419/09420, અમદાવાદ - તિરુચિરાપલ્લી - અમદાવાદ સ્પેશિયલ, સિઝન દરમિયાન 10 ટ્રીપ કરશે.
ટ્રેન નંબર 09419, અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ, 28 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી સુધી દર ગુરુવારે અમદાવાદથી સવારે 9:30 કલાકે દોડશે, ત્રીજા દિવસે સવારે 3:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચશે.

આવી જ રીતે, ટ્રેન નંબર 09420, તિરુચિરાપલ્લી - અમદાવાદ સ્પેશિયલ, 31 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી સવારે 5:40 કલાકે દોડશે, જે બીજા દિવસે રાત્રે 9:15 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેનને વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પૂણે, સોલાપુર, કલબુર્ગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટકલ, તાડપત્રી, કડપા, રેનીગુંટા, અરક્કોનમ, પેરામ્બુર, ચેન્નાઈ એગમોર, તાંબારામ, ખાતે કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. ચેંગલપટ્ટુ, વિલુપ્પુરમ, કુડ્ડલોર પોર્ટ, ચિદમ્બરમ, સિરકાઝી, વૈથીશ્વરન કોઈલ, માયલાદુથુરાઈ, કુમ્બકોનમ, પાપનાસમ અને તંજાવુર સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ હશે.












Click it and Unblock the Notifications
