ભારત-પાક વર્લ્ડ કપ મેચના લીધે અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલો હાઉસફૂલ, એક દિવસનુ ભાડુ 1 લાખથી વધુ
World Cup 2023: આઈસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. અમદાવાદમાં 15મી ઓક્ટોબરના રોજ રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઈને શહેરની હોટલો હાઉસફૂલ થવા લાગી છે.
વર્લ્ડ કપના શિડ્યુલની જાહેરાત થયાના થોડા કલાકોમાં જ અમદાવાદની તાજ, મેરિયોટ, હયાત, આઈટીસી નર્મદા, રેડીસન બ્લુ જેવી ફાઈવ સ્ટાર હોટેલ દ્વારા તેમની ઓફિશિયલ સાઈટ પર બુકિંગ બ્લૉક કરી દેવાયા છે. હોટેલો દ્વારા જણાવવામાં આવ્યુ છે કે બુકિંગ ફરીથી ઓપન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદની એસજી હાઈવે, મોટેરા, આશ્રમ રોડ અને ગાંધીનગરની હોટેલોના ભાડામાં 167 ટકાનો વધારો નોંધાયો છે. શહેરની ફાઈવ સ્ટાર હોટેલોમાં અંદાજે 1 લાખ(વિવિધ બુકિંગ સાઈટના આધારે)થી વધુ જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે અમદાવાદમાં જ્યાં ક્રિકેટ ટીમ રોકાય છે તેવી સિંધુભવન સ્થિત તાજ સ્કાઈ લાઈનમાં એક દિવસનુ ભાડુ સામાન્ય દિવસમાં નોર્મલ રુમનુ ભાડુ 7000 રુપિયા હોય છે જ્યારે 14થી 16 ઓક્ટોબર દરમિયાન આ હોટેલનુ ભાડુ ત્રણ દિવસનુ સંયુક્ત 1.5 લાખથી વધુ જાણવા મળી રહ્યુ છે.
વળી, અમદાવાદની એસજી હાઈવે પરની પ્રાઈડ પ્લાઝાનુ ભાડુ મેચના દિવસે વેબસાઈટ ડેટાના આધારે 1.5 લાખ જોવા મળી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. અહીં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. 4 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે. 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ પછી ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.












Click it and Unblock the Notifications
