For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

528 દિવસ બાદ અમદાવાદ 24 કલાકમાં ઝીરો કોરોના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોઈ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લી વખત શહેરમાં ઝીરો કોરોના કેસ 528 દિવસ પહેલા, 2 એપ્રિલ, 2020ના રોજ નોંધાયો હતો. જ્યારે રોગચાળાએ માથું ઉચક્યું હતું.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં કોઈ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લી વખત શહેરમાં ઝીરો કોરોના કેસ 528 દિવસ પહેલા, 2 એપ્રિલ, 2020ના રોજ નોંધાયો હતો. જ્યારે રોગચાળાએ માથું ઉચક્યું હતું. કુલ 2.38 લાખ કેસ અને 3,411 મૃત્યુ સાથે અમદાવાદ ગુજરાતનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો, જ્યાં કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ કોવિડ કેસ અને મૃત્યુ નોંધાયા હતા.

કોરોના કાળની શરૂઆતમાં તે ભારતના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક હતો, જેમાં નિષ્ણાતોની કેન્દ્રીય ટીમને શહેરની મુલાકાત લેવા અને રાજ્ય વહીવટીતંત્ર સાથે બેઠકો કરવા માટેની ફરજ પડી હતી.

corona case

છેલ્લા બે મહિનાથી શહેરમાં ભાગ્યે જ બે આંકડામાં દૈનિક કેસ નોંધાયા છે, સાથે મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA)ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી શહેરની હોસ્પિટલમાં એક પણ કોવિડ કેસ જોવા મળ્યો નથી, જ્યારે છેલ્લા 40 દિવસોમાં કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં કોઈ સીધા કોવિડ કેસ દાખલ કરવામાં આવી રહ્યા નથી.

"અમારી પાસે રહેલા 3-4 દર્દીઓ સમાન લક્ષણો ધરાવતા શંકાસ્પદ છે, અને સામાન્ય રીતે લક્ષણોની સારવાર કરવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં અમારી પાસે નવા દર્દીઓ વગર ત્રણ શૂન્ય દિવસ હતા. હું આ સિદ્ધિ માટે આમદવાદીઓને અભિનંદન આપું છું અને કોવિડને નાબૂદ કરવા માટે તેમને વધુ સતર્ક રહેવાની વિનંતી કરું છું.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન મોટા મેળાવડા ટાળવા જોઈએ અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. ગઢવીએ કહ્યું, કેસ અને ગંભીરતાને ઘટાડવામાં રસીકરણ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

English summary
No new corona positive cases have been reported in the last 24 hours. The last case of Zero Corona in the city was reported 528 days ago, on April 2, 2020. When the epidemic reared its head.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X