ગુજરાતની બસનો ઉદયપુરમાં થયો અકસ્માત, 9ની મોત

Written By:
Subscribe to Oneindia News

ઉદેયપુરમાં એક ગમખ્વાર અકસ્માતમાં 6 મહિલાઓ સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. વધુમાં આ અકસ્માતમાં 22 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ જે જાણકારી આપી છે તે મુજબ બસના તમામ મુસાફરો ગુજરાતના હતા. અને ગુજરાતથી શ્રદ્ધાળુઓને લઇને આ બસ ઉદયપુર તરફ દર્શનાર્થે જઇ રહી હતી ત્યારે આ દુર્ધટના થઇ હતી. ઉદયપુરના એસપી રાજેન્દ્ર પ્રસાદના જણાવ્યા મુજબ, આ ઘટના ઉદયપુરથી 10 કિ.મી દૂર નેહલા ગામ પાસે થઇ હતી. બસ ડ્રાઈવર ટુ વ્હીલરને બચાવા જતા સ્ટેરિંગ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને આ અક્સમાત થયો હતો. જે બાદ બધા જ ઘાયલોને ઉદયપુરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે.

Accident

ઘવાયેલા લોકોમાંથી મોટા ભાગના લોકોની ઉંમર 45થી વધુની છે. સાથે જ મૃત્યુ પામનારા લોકોના શબને પણ હોસ્પિટાલમાં રાખવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ અમદાવાદથી શુક્રવારે રાતે નીકળી હતી. જેમાં તેઓ 16 દિવસની યાત્રામાં પુષ્કર અને હરિદ્વાર જેવા ઘણા ધાર્મિક સ્થળોએ જવાના હતા, પરંતુ ઉદયપુર પાસે જ બસને આ અકસ્માત નડ્યો. ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેયર સમેત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે શોક વ્યક્ત કરીને સંવેદના વ્યક્ત કરી છે

English summary
udaipur bus accident, gujarati passenger died in bus accident, death Gujarati parsons.
Please Wait while comments are loading...