જળ શક્તિ મંત્રાલયની ટીમે બનાસકાંઠાના ગામોની લીધી મુલાકાત

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયની ટીમ ૩ દિવસ માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આ જળ શક્તિ મંત્રાલયની ટીમ મુલાકાતના બીજા દિવસે પાલનપુર તાલુકાના મલાણા અને વેડંચા તથા વડગામ તાલુકાના ટીંબાચુડી ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરી ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરીની જાત માહિતી મેળવી હતી.

Jal shakti

મલાણા ગામમાં ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવવા તથા પાણીના સંગ્રહ માટે તળાવ ઉંડુ કરવામાં આવ્યું છે. ગામના ૫૦ જેટલાં કુવાઓ રિચાર્જ કરવા માટેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને ૩૦ કુવાઓ રિચાર્જ માટેનું સ્ટ્રક્ચર બનાવવાનું કામ ચાલુ છે.

ટીંબાચુડી ગામમાં પણ ગ્રામજનો દ્વારા આખા ગામનું પાણી જમીનમાં ઉતરે તે માટે રૂ. ૭.૫૦ લાખના ખર્ચથી સામૂહિક વોટર સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ ઉપરાંત ગામના જુના અને અવાવરૂ ૩૨ જેટલાં કુવાઓ રિચાર્જ કરવા માટેના સ્ટ્રક્ચર બનાવાયા છે તેની મુલાકાત લઇ કેન્દ્રની ટીમે જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરી હતી.

પાલનપુર તાલુકાના વેડંચા ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરીને ૩૦ ટકા ઘરોમાંથી આવતા ગ્રે-વોટર ટ્રીટમેન્ટલ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રિ-ચાર્જ કરવા માટેનો પ્લાન્ટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી રૂા. ૫.૫૫ લાખના ખર્ચે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X