વીડિયો: MSG-2 ફિલ્મમાં બાબા રામ રહીમે આદિવાસીઓને શેતાન કહ્યા!
ધાર્મિક સંસ્થા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ અને પોતાને ભગવાનના સંદેશવાહક તરીકે રૂપેરી પડદે બતાવતા સંત ગુરમીત રામ રહીમની ફિલ્મ મેસેન્જર ઓફ ગોડ 2 (MSG-2) હવે વિવાદોમાં ફસડાઇ પડી છે. શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મને જોઇને છત્તીસગઢના લોકો રોષે ભરાઇ ગયા છે.

જેની પાછળ કારણભૂત છે આ ફિલ્મમાં ગુરમીત રામ રહીમ દ્વારા બોલવામાં આવેલો એક ડાયલોગ જેમાં તે કહે છે કે "આપને એક બહુત બડી ગલતી કર દી, આદિવાસિઓ કે ઇલાકે મેં આ કર. ના તો યે ઇન્સાન હૈ ના હી જાનવર. યે શેતાન હૈ શેતાન". જે બાદ ઝારખંડના મુખ્યમંત્રી રધુબરદાસે આ ફિલ્મને ઝારખંડમાં બેન્ડ કરી દીધી છે. ત્યારે આ વિવાદિત ડાયલોગને સાંભળો નીચેના આ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
