કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
ગાંધીનગર જિલ્લાના ઘોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને તેમની કારર્કિદીને કેડી કંટારવામાં મદદ રૂપ થવા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા 'નવી દિશા નવું ફલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લાના કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકામાં યોજાયો હતો. દહેગામ, કલોલ અને ગાંધીનગરના વિઘાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લાના કલોલ, દહેગામ અને ગાંઘીનગર ખાતે યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં કુલ- ૯૬૦ વિઘાર્થીઓ સહભાગી બન્યા. કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં ઘોરણ- ૯ થી ૧૨ ના વિઘાર્થીઓએ તેમને મુઝંવતા વિવિધ પ્રશ્નો તજજ્ઞો સમક્ષ રજૂ કરી વિસ્તૃત માહિતી મેળવી.

ગાંધીનગર જિલ્લાના ઘોરણ- ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં વિઘાર્થીઓ માટે સરકાર દ્વારા કારર્કિદી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન રાજયભરમાં શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. જેમાં કુલ- ૯૬૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઓનલાઇન વિડીયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં જોડાયા હતા અને વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. બાયસેગના માધ્યમથી આઇ.ટી.આઇ. એપ્રેન્ટીસ તાલીમ યોજના, કૌશલ્ય ઘ સ્કીલ યુનિવર્સિટી, ટેકનિકલ અભ્યાસ, ડિગ્રી કોર્ષ, મુખ્યમંત્રી સ્વાલંબી યોજના જેવી વિવિધ કોર્ષ અને આરોગ્ય ક્ષેત્ર અંગેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આઇ.ટી.આઇ., પશુપાલન, કૃષિ, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી સહિત વિવિધ કચેરીઓના વિષય તજજ્ઞો દ્વારા વિવિધ અભ્યાસ ક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ તાલુકામાં ઉપસ્થિત વિધાર્થીઓ દ્વારા તેમને મંઝુવતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. તેના સંતોષકારક ઉત્તર તજજ્ઞો- અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતો.
ગાંધીનગર ખાતે યોજાયેલ સમારંભમાં કોમર્સ પછી આગળ શું કરી શકાય અને તેમા નોકરીની તકો કેવી ?, એમ.એસ.ડબલ્યુ કર્યા પછી શું કરી શકાય ?, ઘોરણ- ૧૨ પછીના હોટલ મેનેજમેન્ટ કોર્ષ કેવો છે ?, આઇ.ટી.આઇ. કર્યા બાદ નોકરીની તકો કેવી છે ? જેવા વિવિધ પ્રશ્નો વિઘાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
