કોંગ્રેસે નાગરિકોને અધિકારો આપ્યા અને ભાજપે છીનવ્યા-કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે કોંગ્રેસ સરકારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવ્યો હતો. દેશના યુ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. ભારત દેશના નાગરિકને સુચનાનો અધિકાર આપવામાં આવ્યો, મનરેગા દ્વારા રોજગારનો અધિકાર આપવામાં આવ્યો. રાઇટ ટુ એજ્યુકેશન થકી ભણતરનો અધિકાર આપવામાં આવ્યો. અન્નનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા આઈ.આઈ.ટી. અને એમ્સ બનાવવામા આવ્યાં, જાહેર સાહસોની કંપનીઓ બનાવવામાં આવી અને ભાજપે ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા આ કંપનીઓને કોડીઓના દામથી પોતાના ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી. કોંગ્રેસે સંવિધાનીક સંસ્થાઓને મજબુત કરીને સ્વાયત બનાવી જ્યારે ભાજપ દ્વારા સંવિધાનીક સંસ્થાઓને પોતાની પીઠ્ઠુ બનાવવાનો કારસો રચવામાં આવ્યો.
કોંગ્રેસના શાસનમાં 134 ડોલર પ્રતિ બેરલ ક્રુડ ઓઈલ હોવા છતાં પેટ્રોલ તથા ડીઝલના ભાવ સબસીડી દ્વારા અંકુશમાં રાખવામાં આવ્યાં. ભાજપ દ્વારા ઉજવલા યોજનાના નામે માત્ર નોટંકી કરવામાં આવી. આજે 87 ટકા ગેસ સીલીન્ડર ઉજવલા યોજનામાં રીફીલ થતા નથી. કોંગ્રેસ દ્વારા આધાર કાર્ડ રજુ કરવામાં આવ્યું ત્યારે તેનો સૌથી વધારે વિરોધ ભાજપે કર્યો હતો અને આજે તે યોજનાઓના અમલીકરણ માટે એક અનિવાર્ય અંગ બની ચુક્યું છે. કોંગ્રેસ જ્યારે દેશમાં વન નેશન વન ટેક્ષ જી.એસ.ટી. દ્વારા લાવનાર હતી ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો અને આજે પેટ્રોલ - ડીઝલને તેમાથી બાકાત રાખીને જી.એસ.ટી.નો સ્વિકાર કરવામાં આવ્યો છે. મોદીજી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે દેશનું જે દેવુ હતુ તેના કરતા ચાર ગણુ દેવુ આઠ વર્ષમાં વધી ગયું છે. એ જ રીતે ભાજપ ગુજરાતમાં સત્તામાં આવી ત્યારે માત્ર 9000 કરોડ ગુજરાતનું દેવુ હતું જે આજે વધીને ત્રણ લાખ કરોડ થઈ ગયું છે.
કોંગ્રેસે નાગરિકોને અધિકારો આપ્યા અને ભાજપે છીનવ્યા એ હવે દેશના નાગરિકો જાણી ગયા છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે.












Click it and Unblock the Notifications
