દરિયાપુર વિસ્તારના અપક્ષ ઉમેદવારે પોતાના વીડિયો અંગે નોંધાવી ફરિયાદ

Subscribe to Oneindia News

ચૂંટણી આવતા દરેક પક્ષના એકબીજા પરના આક્ષેપ પ્રતિઆક્ષેપ તો વધે જ છે પરંતુ જુદા જુદા કાર્ટૂન અને વીડિયો દ્વારા પણ ઉમેદવારો એકબીજાના મતદારોને લોભાવતા કે ધમકાવતા રહે છે આવી જ ઘટના અમદાવાદના દરિયાપુર વિસ્તારના અપક્ષ ઉમેદવાર રાજુ મોમીન સાથે બની છે.

Ahemdabad

અમદાવાદમાં સંવેદનશીલ મનાતી બેઠક પરથી રાજુ મોમીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે એવો વીડિયો વાઇરલ બન્યો હતો કે જે રાજુ મોમીનને મત આપશે તેને જાનથી મારી નાખવામાં આવશે.  આ વીડિયોમાં ખૂબ લોકપ્રિય ફિલ્મ શોલેના ફૂટેજ લેવામાં આવ્યા છે અને તેમાં ગુજરાતી ભાષામાં રાજુ મોમીન અંગેના સંવાદો મૂકવામાં આવ્યા છે.આ વીડિયો અંગે ઉમેદવાર રાજુ મોમીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. અને તેના જીવનું જોખમ હોવાની વાત જણાવી હતી તેમજ પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરી હતી. અને સત્વરે તપાસની માંગણ કરી હતી.

English summary
dariyapur independent candidate raju momin launch complain in police read here why.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.