For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેન્ગ્યૂનો કહેર:દિલ્હીમાં 2000 રૂપિયે લીટર વેચાણ છે બકરીનું દૂધ!

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં ડેન્ગ્યૂ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. યોગ્ય ઇલાજના અભાવે અહીં અનેક દર્દીઓ મોતનો કોળિયો બની રહ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં ડેન્ગ્યૂ 11 લોકોના પ્રાણ લઇ ચૂક્યો છે અને લગભગ 1872 લોકોના ડેન્ગ્યૂનો રિપોર્ટ પણ પોઝિટવ આવ્યો છે. લોકોમાં તેનો એ હદે ડર બેસી ગયો છે કે તે તમામ ઉપાયો અપનાવી ડેન્ગ્યૂથી બચી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો ધરેલુ ઉપાય કરીને પણ ડેન્ગ્યૂથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તે માટે બકરીનું દૂધ અને પપૈયાના પાનનો પણ ઉપયોગ મોટે પાયે કરી રહ્યા છે.

goat milk

આ જ કારણ છે કે દિલ્હીમાં બકરીનું દૂધ 2000 રૂપિયે પ્રતિ લિટર વેચાય છે અને પપૈયાના પત્તાનો રસ પણ 300 રૂપિયા પ્રતિ ગ્લાસ વેચાય છે. સામાન્ય રીતે બકરી દૂધ અહીં 35 થી 40 રૂપિયા પ્રતિ લિટર મળતું હતું. પણ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં ડેન્ગ્યૂના ઇલાજ માટે બકરી દૂધને મહત્વ અપાતા બકરીના દૂધના ભાવ દિલ્હીમાં આસમાને પહોંચ્યા છે.

માનવામાં આવે છે કે બકરીના દૂધ અને પપૈયાના પાનના રસથી બ્લડ પ્લેટલેટ્સની સંખ્યા તેજીથી વધે છે. જો કે આ વાતને કોઇ વૈજ્ઞાનિક પ્રમાણિકતા નથી મળી. પણ હવે તેના ફાયદા જાણીને કેમિસ્ટોએ તેના અર્કની ઘરમાં તૈયાર કરેલી ટેબલેટ્સ પણ રાખવાની શરૂઆત કરી દીધી છે.

English summary
Following suggestions by traditional healers that goat milk may be beneficial to people infected with dengue, its price in the NCR has reportedly soared to Rs 2,000 per litre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X