Great News : ફિલ્મીબીટે પાર કર્યો 10 કરોડનો આંકડો, સૌ વાંચકોનો આભાર

અમદાવાદ, 29 સપ્ટેમ્બર : વનઇંડિયાના મનોરંજન સેક્શનને તાજેતરમાં જ ફિલ્મીબીટ તરીકે જુદુ કરવામાં આવ્યું છે અને સુખદ આશ્ચર્યની બાબત એ છે કે આ ફિલ્મીબીટે થોડાક જ દિવસોમાં 10 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

હા જી, અમે વાત કરી રહ્યા છે ફિલ્મીબીટ કે જે વનઇંડિયાના હિન્દી, અંગ્રેજી તથા છ સ્થાનિક ભાષાઓમાં મનોરંજન જગતના સમાચારો પિરસે છે. ફિલ્મીબીટના પેજવ્યૂઝે સપ્ટેમ્બર માસમાં 10 કરોડનો આંકડો પાર ઓળંગી લીધો છે. આ માટે વનઇંડિયા તમામ વાંચકોનો આભાર વ્યક્ત કરવા માંગે છે.

filmibeat

શું છે ફિલ્મીબીટી.કૉમ?
અત્યાર સુધી જે મસાલેદાર ફિલ્મી સમાચારો, ગૉશિપ, હીરો-હીરોઇનો તથા ફિલ્મી હસ્તીઓના ઇંટરવ્યૂ, તસવીરો, વીડિયો વિગેરે જે આપ વનઇંડિયાના મનોરંજન સેક્શનમાં જોતા હતાં, તેણે સપ્ટેમ્બરના આરંભે એક વેબસાઇટનુ સ્વરૂપ લીધુ હતું. આ વેબસાઇટનું નામ છે ફિલ્મીબીટ.કૉમ કે જે હિન્દી, અંગ્રેજી, તામિળ, તેલુગુ તથા કન્નડ ભાષાઓમાં કંટેંટ પિરસે છે. તેમાં આપ બૉલીવુડ, હૉલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સમાચારો વાંચી શકો છો. એટલુ જ નહીં, આ ફિલ્મીબીટ.કૉમ વેબસાઇટ આપના મનપસંદ સ્ટાર્સની પસંદગી-નાપસંદગી, તેમનો બર્થ ડે, તેમની હિટ-ફ્લૉપ ફિલ્મો સહિત ઘણી બધી માહિતીઓ વિગતવાર પૂરી પાડે છે.

ફિલ્મીબીટની આ સફળતાનો શ્રેય આપ સૌ વાંચકમિત્રોને જાય છે, કારણ કે જો આપ સૌએ અમારા કંટેંટને પસંદ ન કર્યા હોત, તો કદાચ અમને આગળ વધવાની પ્રેરણા ન મળી હોત અને વગર કોઈ પ્રેરણાએ કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. વનઇંડિયા તેમજ ફિલ્મીબીટ તરફથી આ સૌનો ફરી એક વાર ખૂબ ખૂબ આભાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X