ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તેના નિયત સમયે જ થશે !!
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તેના નિયત સમયે જ થશે !!
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજાવા બાબતે ચાલુ વર્ષના પ્રારંભ કાળથી જ ચાલી રહેલી ચર્ચાઓ ઉપર પૂર્ણવિરામ મુકી દેવાયું હોવાની પ્રતિતી થઈ રહી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલવાથી માંડીને ગુજરાત વહીવટી સેવા ઉપરાંત અનેક સનદી અધિકારીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ છેલ્લા કેટલાક સમયમાં બદલીઓ કરવામાં આવી છે. જેના પરિણામે વિધાનસભા ચૂંટણીની વહેલી જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચાઓ પ્રબળ બની હતી.

જો કે, એક જ જગ્યા ઉપર ત્રણ વર્ષ થઈ ગયા હોય એવા અનેક વિવિધ ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાકી છે. તો બીજી બાજુ ચુંટણી માટે અનુકૂળ - પ્રતિકૂળ અધિકારીઓની પણ અદલા- બદલી થવાની પણ સંભાવનાઓ રહેલી છે. આ બધી બદલીઓ થતા સુધીમાં ચોમાસાએ પોતાનો પ્રભાવ બતાવી દીધો હોય એ સ્વાભાવિક છે. પરિણામે, ખેતીપ્રધાન દેશ ગણાતા ભારતના મોખરાના રાજ્ય એવા ગુજરાતમાં ચોમાસા દરમિયાન ચૂંટણી કરવી કપરૂ કાર્ય છે. ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ઉપરાંત મતદારોનો મોટો હિસ્સો ગણી શકાય એવા કૃષિકારો પણ વ્યસ્ત હોય એ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં ચૂંટણી કરવી એ મતદાનની ટકાવારી ઘટાડવા જેવું સાબિત થાય.
ઉપરોક્ત પરિબળો ઉપરાંત, ચૂંટણી નજીકના ભવિષ્યમાં નહિ થાય એનો પુરાવો આપતો આદેશ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાને તા. ૩૧, જાન્યુઆરી ૨૦૨૩ સુધી એક્સ્ટેંશન આપવાનો આદેશ કરવામાં આવેલો છે. આ આદેશને જોતાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં થાય એવા કોઇ સંકેતો દેખાતા નથી.












Click it and Unblock the Notifications
