ગુજરાત મહિલા કોંગ્રેસ રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરશે!

આજના દરેક યુવાનો કુંવારા રહેવાને બદલે મિંગલ રહેવાનું પસંદ કરે છે, કોલેજમાં એન્ટર થતા જ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવી લે છે. યુવાનો કોઈ પણ કામમાં પાછળ નથી રહેતા, તો પછી સારા સંબંધ બાંધવામાં કેમ પાછળ રહે.

રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે 8 જૂલાઇ ના રોજ દરેક જિલ્લા અને મહાનગર પાલિકા વિસ્તારમાં ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવશે. ભાજપ સરકાર દ્વારા રાંધણ ગેસમાં છેલ્લા એક જ વર્ષમાં ૨૨૦ રૂપિયા જેટલો વધારો સામાન્ય નાગરિક પર નાખવામાં આવ્યો અને હવે તો સીધો ૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. જે પ્રજાએ સરકાર પર મૂકેલા વિશ્વાસ પર તમાચો મારવાનું કાર્ય છે. બહેનો અત્યારે મોંઘવારીના કારણે પરેશાન છે એવામાં રાંધણગેસ પર કરવામાં આવેલો વધારો વિશ્વાસઘાત સમાન છે.

lpg price

છેલ્લા એક જ વર્ષમાં ઘરગથ્થુ હેતુઓ માટેના એલપીજીના ભાવમાં 218 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરના હવે લોકોએ 1053 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. ચોતરફ મોંઘવારીમાં ભિંસાયેલી જનતા માટે આ કમરતોડ ભાવ વધારો સામાન્ય જનતા માટે અસહ્ય બન્યો છે.

ત્યારે, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમર દ્વારા રાજ્યભરમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન કરીને આ મોંઘવારીમાં ઝીંકાયેલા રાંધણગેસના ભાવ વધારાને પાછા ખેંચવા અને સામાન્ય જનતાને રાહત આપવાની માંગ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X