For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 વર્ષ દરમિયાન રાજ્યમાં 1,689 વ્હેલ શાર્કને રેસ્ક્યૂ કરાઇ

ગુજરાતની જનતા માટે આ ગૈરવ સમાન એક સંરક્ષણ પ્રોજેક્ટની સફળતા છે. આ અંતર્ગત ગત 16 વર્ષમાં માછીમારોની જાળમાંથી 1,689 વ્હેલ શાર્ક જે પૃથ્વી પરની સૌથી મોટી માછલી છે તેનો બચાવ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની જનતા માટે આ ગૈરવ સમાન એક સંરક્ષણ પ્રોજેક્ટની સફળતા છે. આ અંતર્ગત ગત 16 વર્ષમાં માછીમારોની જાળમાંથી 1,689 વ્હેલ શાર્ક જે પૃથ્વી પરની સૌથી મોટી માછલી છે તેનો બચાવ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 2019-20માં સૌથી વધુ રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, આ સમયગાળા દરમિયાન 781 વ્હેલ શાર્કને દરિયામાં છોડવામાં આવી હતી. (તસવીર પ્રતિકાત્મક છે)

shark

વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ, ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (WTI) અને ટાટા કેમિકલ્સ લિમિટેડ (TCL)ના સંયુક્ત ઉપક્રમે, રાજ્યમાં દરિયાકાંઠાના સમુદાયોમાં પ્રજાતિઓની દુર્દશા અને તેની સુરક્ષિત સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવે છે. આ પ્રોજેક્ટે માછીમારોને વ્હેલ શાર્કના સંરક્ષક બનાવ્યા છે અને પ્રજાતિઓ પ્રત્યેના તેમના વલણમાં પરિવર્તન લાવ્યું છે.

વન અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે પ્રોજેક્ટ 2004માં શરૂ થયો, ત્યારે તેના અમલ વિશે આશંકા હતી. શરૂઆતના વર્ષોમાં થોડા માછીમારો તેમાં જોડાવા માટે સંમત થયા હતા. સમુદાય અને ધાર્મિક નેતાઓની સંડોવણીથી ખૂબ મદદ મળી છે".

આ સાથે વન અધિકારીએ જણાવ્યું હતું કે, વ્હેલ શાર્ક, જે ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પાણીમાંથી ગુજરાતના દરિયાકાંઠે આવે છે, તેમનો દરિયાકિનારા પર નિર્દયતાથી શિકાર કરવામાં આવતો હતો. કારણ કે, તેનું માંસ ચીન અને યુરોપમાં ખૂબ લોકપ્રિય છે. દર વર્ષે સરેરાશ 50-60 વ્હેલ શાર્કને બચાવવામાં આવે છે. દરેક બચાવને વીડિયો અને ફોટોગ્રાફ્સ તરીકે રેકોર્ડ કરવાની હોય છે અને તે પછી જ દાવાઓ મંજૂર થાય છે.

English summary
1,689 whale sharks rescued from the gujarat during 16 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X