રૂપાલમાં પલ્લી દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

ગાંધીનગરના એસપી શરદ સિંઘલે કહ્યું છે, '' રૂપાલમાં વર્ધ્યવાની માતાની પલ્લીનો કાર્યક્રમ હર સાલ યોજાય છે, પરંતુ આ વર્ષે કાર્યક્રમ દરવર્ષ કરતા એક કલાક મોટો હતો. આ તકે હજારો ભાવિકો ઉમટ્યા હતા. તે વેળાએ આ દુર્ઘટના ઘટી હતી.''
તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 54 વર્ષિય અલકા ભટ્ટનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજા થવા પામી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
નવારત્રીના નવમા નરોતે દરવર્ષે રૂપાલ ગામે વર્ધ્યવાની માતાની પલ્લલીનું આયોજન કરવામાં આવે છે. જે અર્ધરાત્રીએ શરૂ થાય છે અને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજે 12 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ભાગ લેતા હોય છે.












Click it and Unblock the Notifications
