ભાવનગર ઝુંપડપટ્ટી દૂર કરવા સામે વિરોધ પ્રદર્શનમાં જોડાનાર ૧ વ્યકિતનુ મોત
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘારોડ પર ચૌદનાળા વિસ્તારમાં ત્રણ-ચારેક દશકાથી વસવાટ કરતા ૩૦૦ જેટલા પરિવારોને તેના ગેરકાયદેસરના બાંધકામો તોડી પાડવા નોટીસ મળતા ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા અને અસરગ્રસ્ત બનનાર ૩૦૦ જેટલા પરિવારના હજારથી વધુ લોકો મહાપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મેયર ત્થા કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા તે સમયે એક મહિલા ત્થા એક પુરૂષની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ દરમ્યાન એક પુરૂષનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.

ભાવનગર શહેરના ચૌદનાળા વિસ્તારમાં મહાપાલિકાની માલિકીની જમીન પર આવેલ મફતનગર માં છેલ્લા ત્રણથી ચાર દાયકા કરતા વધુ સમયથી આશરે ૩૦૦ પરિવારો વસવાટ કરી રહયા છે. દરમ્યાન મહાપાલિકાની દબાણ હટાવ કામગીરીના ભાગરૂપે રહેવાશીઓને દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરી આપવા નોટીસ ફટકારવામાં આવેલ જે સંદર્ભે ત્રણ-ચાર દશકાથી વસવાટ કરતા લોકોનુ એક ટોળું નગરપાલિકાની કચેરી ખાતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા આવેલ રજૂઆત દરમ્યાન મેયરને લોકોએ રજૂઆતનો પ્રયાસ પણ કરેલ મેયરની કારને ઘેરી લઈ ઝુંપડપટ્ટી બચાવ સમિતિના અસરગ્રસ્તો દ્વારા બેનરો દર્શાવી સુત્રોચ્ચાર કરાયો હતો તે દરમ્યાન અસરગ્રસ્ત બનનાર પરિવારના બે વ્યકિતઓની તબીયત લથડતા ૧૦૮ મારફત સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
સરકારી હોસ્પિટલે ખસેડાયેલ એક મહિલા ત્યા એક પુરૂષ પૈકી યુસુફભાઈ આમદભાઈ ડેરૈયા ઉં.વ.70નુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા ઝુંપડપટ્ટી હટાવવાનો વિરોધ ઉઠાવનાર અસરગ્રસ્તો તેમજ મૃતકના પરિવારજનો દ્વારા મ્યુનિ.કમિનર તેમજ સત્તાધીશોની કાર્ય પધ્ધતિ સામે આક્રોશ વ્યકત કર્યો છે.
મહાપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર અસરગ્રસ્તોને ઘણા સમય પહેલા નોટીસ બજવવામાં આવેલ પુરતો સમય અપાયા બાદ આખરી નોટીસ અપાયેલ તેમાં પણ યોગ્ય સમય અપાયેલ હતો. અસરગ્રસ્તોની રજૂઆત કમિશ્નરે સાંભળેલ ત્યાર બાદ હવે સમય આપવો શકય ન હોવાનુ જણાવેલ . આમ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કમિશનર મક્કમ છે .અસરગ્રસ્તો સાથે વિપક્ષના કેટલાક આગેવાનો પણ જોડાયા હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
