10 June Covid Update : ગુજરાત અને ભારતમાં કોરોનાની ચોથી લહેરનું આગમન? નોંધાયા અધધ કેસ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 117 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 45 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

10 June Covid Update : ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 117 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 45 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 64, વડોદરામાં 22 કેસ, સુરતમાં 10 કેસ, ગાંધીનગર 5 કેસ અને રાજકોટમાં 3 કેસ નોંધાયા હતા.

આ સાથે અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગર અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા. તેમજ આણંદ, અરવલ્લી, ભરૂચ, બનાસકાંઠા અને જામનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,354 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 517 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.07 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 81,353 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,04,08,699 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

10 June ની અમદાવાદ કોરોના અપડેટ

10 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 62 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે શહેરી વિસ્તારમાં 27 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.

જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 11272 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1833 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝલીધો છે.

10 June ની રાજકોટ કોરોના અપડેટ

10 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી.

આ સાથે શહેરી વિસ્તારમાં એક રિકવરી નોંધાઇ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.

જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1686 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1122 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

10 June ની ભારત કોરોના અપડેટ

10 June ની ભારત કોરોના અપડેટ

ભારતમાં શુક્રવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 7,584 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે દેશમાં COVID-19કેસની કુલ સંખ્યા 4,32,05,106 પર લઈ ગયા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ 2.26 ટકા ટકાનો ડેઇલી પોઝિટિવિટીરેટ જોવા મળ્યો હતો, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 1.50 ટકા નોંધાયો હતો.

સરકારી ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 24 મૃત્યુ સાથે કોવિડ-19ના સક્રિય કેસ વધીને 36,267 થઈ ગયા છે અને કોવિડના કારણેમૃત્યુઆંક વધીને 5,24,747 થઈ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X