For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનાગઢમાં ઝૂ-કર્મી મારી સિંહને થપ્પડ, વિડિયો વાયરલ થતા ચકચાર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

શંકર સિંહે કહ્યું ભાજપના સિમ્બોલવાળા ટેમ્પામાં થાય છે, ગૌમાંસની હેરફેર

શંકર સિંહે કહ્યું ભાજપના સિમ્બોલવાળા ટેમ્પામાં થાય છે, ગૌમાંસની હેરફેર

વિધાનગૃહમાં વિપક્ષનો ભાજપ પર આક્ષેપ. વિપક્ષના નેતા શંકર સિંહે કહ્યું ગુજરાતમાં ગૌમાંસથી ભરેલા ટેમ્પાઓ ફરે છે. જેની પર લાગેલા હોય છે ભાજપના સિમ્બોલ. સિમ્બોલ જોઇને પોલિસ પણ કરે છે આંખઆડા કાન. વધુમાં વાધેલાએ સરકાર પર ભષ્ટ્રાચારમાં વધારો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

સ્વાઇન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર

સ્વાઇન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર

અમદાવાદમાં 22, સુરતમાં 17, રાજકોટમાં 8, જામનગરમાં 4, અમરેલીમાં 2 સ્વાઇન ફલૂ કેસ નોંધાયા. વધુમાં રાજકોટ અને દ્વારકામાં એક જ રાતમાં ચાર લોકોની મોત થતા હાહાકાર મચ્યો છે. નોંધનીય છે કે વાતાવરણમાં ગરમી વધી હોવા છતાં સ્વાઇન ફ્લૂની અસર ઓછી નથી થઇ.

રેલ્વેએ ઉનાળા વેકેશન માટે દોડાવી વધુ ટ્રેનો

રેલ્વેએ ઉનાળા વેકેશન માટે દોડાવી વધુ ટ્રેનો

રેલ્વેએ બ્રાન્દ્રા-ગોરખપુરા અને બ્રાન્દ્રા-અલ્હાબાદ વચ્ચે દોડતી વીક્લી સુપરફાસ્ટ તથા અમદાવાદ-દિલ્હી વચ્ચે ટ્રાઇવીક્લી ટ્રેન દોડવાનો નિર્ણય લીધો છે. ઉનાળા વેકેશનના ધસારાને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

AMTS બનશે આધુનિક, અપાશે ઇ-ટીકિટ

AMTS બનશે આધુનિક, અપાશે ઇ-ટીકિટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં હવે મેન્યુઅલીના બદલે મળશે ઇ-ટિકિટ. આ ઇ-ટિકિટિંગના આ પ્રોજેક્ટ હેઠળ શરૂઆતમાં 150 બસોને આવરવામાં આવશે. ઇ-ટીકીટીંગની શરૂઆતથી મ્યૂનિસિપાલ્ટીના ખર્ચમાં બચત થશે.

જૂનાગઢમાં ઝૂ-કર્મી મારી સિંહને થપ્પડ, વિડિયો વાયરલ થતા ચકચાર

જૂનાગઢમાં ઝૂ-કર્મી મારી સિંહને થપ્પડ, વિડિયો વાયરલ થતા ચકચાર

વોટ્સઅપ પર જૂનાગઢના સક્કરબાગમાં એક ઝૂ કર્મી દ્વારા સિંહના પાંજરામાં સિંહને થપ્પડો મારતો વિડિયો થયો વાયરલ. ઝૂનું તંત્ર ઉંધતું ઝડપાયું. એક બાજુ જ્યાં ઝૂના ડાયરેક્ટરે તપાસના આદેશ કર્યો છે ત્યાં આ વિડિયો ક્યારેને કોણે ઉતાર્યો તે એક સવાલ બની ગયો છે.

English summary
10 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X