108 એમ્બ્યુલન્સના કર્મીઓએ માનવતા મહેકાવી, પરત કર્યા લાખોના ઘરેણા

Botad: બાબરકોટ ગામની નજીક બોટાદ હાઇવે ઉપર તારીખ 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ફોરવ્હીલ અને સ્કૂલબસનું એક્સિડન્ટ થતા પાળિયાદ 108ને કેસ મળ્યો હતો, જેમાં એક્સિડન્ટનો ભોગ બનેલ બંન્ને વ્યક્તિઓ મૂળ રાજકોટનાં હોવાનું જાણવા મળ્યું હતું.

આ અકસ્માતમાં બંન્ને વ્યક્તિઓ બેભાન અવસ્થામાં હોવાથી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં યોગ્ય સારવાર આપીને બોટાદની સબિહા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

108 Ambulance

આ વેળાએ બંન્ને વ્યક્તિઓ બેભાન હોવાથી એમની સાથે સોના-ચાંદીનાં ઘરેણાં હતા, એ 108નાં ઇમર્જન્સી મેડિસિયન ટેક્નિસિયન વિપુલ બાંભણીયા અને ડ્રાઇવર મુકુંદભાઈ પરમારે દર્દી પાસેથી મળી આવેલા 1 જોડ બુટ્ટી, પાટી પારો, ચાંદીના સડ્ડા, ચાંદીનું કડુ, 2 (બે) સોનાના હાર અને 5 (પાંચ) વિટ્ટીં સહિત 12 તોલા સોનું તેમજ 1 કિલોગ્રામ ચાંદીના ઘરેણાં સબિહા હોસ્પિટલના સુપ્રીટેડન્ટ વોરાને આપીને દર્દીના પરીવારને ફોન દ્વારા જાણ કરી હતી. આ તમામ દાગીના હેમખેમ પરત થતા 108ના કર્મીઓને તેમની પ્રમાણિકતા બદલ સબિહા હોસ્પિટલના સુપ્રીટેડન્ટ વોરાએ અભિનંદન પાઠવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X