ગુજરાતમાં કોરોનાના 1851 દર્દી પોઝિટિવ, અમદાવાદમાં નવા 91 કેસ નોંધાયાઃ જયંતિ રવિ
ગુજરાતમાં કોરોનાના 1851 દર્દી પોઝિટિવ, અમદાવાદમાં નવા 91 કેસ નોંધાયાઃ જયંતિ રવિ
ગાંધીનગરઃ રાજ્યમાં આજે નવા 108 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસ અમદાવાદથી સામે આવ્યા છે. એકલા અમદાવાદમાં જ આજે 91 કેસ સામે આવ્યા છે જેમાંથી 66 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે જ્યારે અરવલ્લીમાંથી 4, કચ્છ પંચમહાલ, રાજકોટ અને સુરતમાં 2-2 કેસ અને વડોદરા, મહેસાણા તથા મહિસાગરમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 1851 થયો છે. આજે કુલ 4 દર્દીના મોત થયાં છે જ્યારે 1 દર્દી સાજા થઈ જવાથી રજા આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

આ વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા છેઃ
- ગાયકવાડ હવેલી
- જમાલપુર
- આસ્ટોડિયા
- બહેરામપુરા
- દરિયાપુર
- બાપુનગર
- જુહાપુરા
- કાલુપુર
- સરસપુર
- શાહપુર
- શાહિબાગ
અરવલ્લીના આ ગામોમાંથી કેસ સામે આવ્યા
- ધનસુરા
- મોડાસા
- લિંબોદરા
- મેઘરજ
- ચેવડિયા
જ્યારે કચ્છના લખપતના સાઉદીથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ છે. ભુજમાં કોન્ટેક્ટ હિસ્ટ્રીનો કેસ છે. રાજકોટ જંગલેશ્વર, વડોદરા ગજરાવાડી, વીરપુરનો એક કેસ છે.












Click it and Unblock the Notifications
