108 ની ટીમે સગર્ભ મહિલાને વરસતા વરસાદમાં સમયસર હૉસ્પિટલ પહોચાડીને જીવ બચાવ્યો
તાલુકા વહીવટી તંત્ર અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ વરસતા વરસાદમાં પોતાના જીવના જોખમે સગર્ભાનો મહિલાનો જીવ બચાવીને ફરજની સાથે સાથે માનવતાની વધુ એક મહેક પ્રસરાવીને તમામ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે, આ વાત છે અમરેલી જ
તાલુકા વહીવટી તંત્ર અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ વરસતા વરસાદમાં પોતાના જીવના જોખમે સગર્ભાનો મહિલાનો જીવ બચાવીને ફરજની સાથે સાથે માનવતાની વધુ એક મહેક પ્રસરાવીને તમામ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે, આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલાના તાલુકાના મોટા અગરિયા ગામની વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ૨૩ વર્ષીય સકુબેન કટારિયાની.

રાજુલા તાલુકા મામલતદાર ઓફીસ, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ અને સ્થાનિક નાગરિકોએ વધુ વરસાદના કારણે પાણી ભરાયેલા વાડી વિસ્તારમાંથી જીવન જોખમે યુદ્ધના ધોરણે સગર્ભા મહિલાને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં દાખલ કરીને ફરજ સાથે સેવાનું ઉતમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની સકુબહેન કટારીયા રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામના વાડી વિસ્તારમાં ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સગર્ભા એવા સકુબેન અચાનક બીમાર થતા તેમને ૧૦૮નો સંપર્ક કર્યો હતો, પણ આ વિસ્તારમાં વધુ વરસાદના કારણે પાણી ભરતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાડી વિસ્તાર સુધી જઈ શકે તેવી સ્થિતિ ન હતી.
આ બાબતે ૧૦૮ દ્વારા મદદ માટે રાજુલા મામલતદાર કચેરીને સંપર્ક કરાયો હતો. મામલતદારશ્રી સહીત કર્મીઓએ વિષયની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થાનિકોના સહયોગ અને ખેતરના રાજા એવા ટ્રેક્ટરની મદદથી વાડી વિસ્તારમાંથી સગર્ભા મહિલાઓને શિફ્ટ કરીને ૧૦૮ના EMT શ્રી જિતેશ કલસરિયા અને પાયલોટ શ્રી ભરતભાઈ મકવાણાએ સમય સૂચકતા વાપરીને સારવાર માટે તાત્કાલિક રાજુલાની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં હાજર હોસ્પિટલના આરએમઓ ડૉ ખુમન દ્વારા સમયસર સારવાર અપાતાં હાલમાં સગર્ભા મહિલા સકુબેન સંપૂર્ણ સ્વસ્થ છે.
આમ રાજુલા તાલુકા વહીવટી તંત્ર, ૨૪ કલાક નાગરિકોની સેવામાં તૈયાર રહેતા ૧૦૮ના કર્મીઓ અને સ્થાનિક નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી વધુ એક મહિલાનો જીવ બચાવીને ફરજ, સેવા અને માનવીય અભિગમની ઉતમ મિસાલ રજૂ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
