12 August Covid Update : કોરોના સંક્રમણમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16,561 કેસ
ભારતમાં નવા કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં થોડો વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં 16,561 કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે વધીને 44,223,557 થઈ ગઈ છે.
12 August Covid Update : ભારતમાં નવા કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં થોડો વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં 16,561 કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે વધીને 44,223,557 થઈ ગઈ છે. આવા સમયે, સક્રિય કેસોની સંખ્યા વધીને 123,535 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 18,053 લોકો કોરોનાથી સાજા થયા છે.

કુલ 526,928 લોકોના મોત થયા
અત્યાર સુધીમાં કુલ 43,537,094 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 526,928 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં17,72,441 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,07,47,19,034 રસીકરણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં નોંધાયા 2700થી વધુ કેસ, 6 મોત
દિલ્હીમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરૂ થયો છે. ગુરુવારના રોજ રાજધાનીમાં કોરોનાના કુલ 2726 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા સાડા છમહિનામાં આ પહેલીવાર છે, જ્યારે દિલ્હીમાં આટલા કેસ સામે આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં 2 ફેબ્રુઆરીએ 3028 કેસ નોંધાયા હતા.
આવા સમયે, ગુરુવારના રોજ કોરોના પોઝિટિવિટી રેટ 14.38 ટકા નોંધાયો છે. જે બુધવાર કરતાં ચોક્કસપણે ઓછું છે.

છત્તીસગઢમાં 75 લોકો કોરોના પોઝિટિવ
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 75 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
આ સાથે રાજ્યમાંકોવિડ-19થી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા ગુરુવાર સુધીમાં વધીને 11,70,160 થઈ ગઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએજણાવ્યું હતું કે, ગુરુવારના 13 લોકોને કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે 436 લોકોએહોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો હતો. ગુરુવારના રોજ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કોઈ દર્દીનું મોત થયું નથી.

ઉત્તર પ્રદેશમાં નોંધાયા 200 પોઝિટિવ કેસ
ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના 200 નવા કેસ મળી આવ્યા હતા.
આરોગ્ય વિભાગેજણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન વધુ 174 દર્દીઓ સ્વસ્થ થયા છે. ઓગસ્ટના પહેલા અને બીજા સપ્તાહમાં કોરોના વાયરસનાદર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જિલ્લામાં 1,070 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે,જેમાંથી 20 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જિલ્લામાં છેલ્લા બે મહિનાથી એકપણ દર્દીના મૃત્યુનો કેસ નોંધાયો નથી.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 552 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 874 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ અને જામનગરમાં1-1 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4997 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,987 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,47,846 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4997 થઇ છે. જેમાંથી 12 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,93,86,764 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.74 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 77,677 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 11,93,86,764 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
