બીજેપીની મોટી કાર્યવાહી, ટિકિટ માટે બગાવત કરનારા મધુ શ્રીવાસ્તવ સહિત 12 નેતાઓ સસ્પેન્ડ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપીએ મોટી એક્શન લીધી છે. ટિકિટ માટે પાર્ટી સામે મોરચો ખોલનારા 12 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ યાદીમાં વાઘોડિયાના પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતના નેતાઓના નામ સામેલ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપીએ મોટી એક્શન લીધી છે. ટિકિટ માટે પાર્ટી સામે મોરચો ખોલનારા 12 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ યાદીમાં વાઘોડિયાના પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતના નેતાઓના નામ સામેલ છે. આ નેતાઓએ બીજેપી સામે અપક્ષ ઉમેદવારી કરતા હવે પાર્ટી એક્શનમાં જોવા મળી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ટિકિટ ફાળવણી દરમિયાન બીજેપીમાં મોટો વિરોધ જોવા મળ્યો હતો. ઘણા સિટિંગ ધારાસભ્યો અને પુર્વ મંત્રીઓની ટિકિટ પણ કપાઈ હતી. આ દરમિયાન ઘણા જૂના જોગીઓએ અપક્ષમાંથી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. જેને લઈને બીજેપીએ આ કાર્યવાહી કરી છે. કાર્યવાહી કરતા અપક્ષ ઉમેદવારી કરનારા 12 ઘારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડાયો છે.

બીજેપી દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાઓની વાત કરીએ તો, પાદરાથી દિનુ પટેલ, વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ, સાવલીથી કુલદીપસિંહ રાઉલ, પંચમહાલથી ખતુભાઈ પગી, મહિસાગરથી એસ.એમ ખાંટ અને ઉદય શાહ, આણંદથી રમેશ ઝાલા, અમરશી ઝાલા, અરવલ્લીથી ધવલસિંહ ઝાલા, મહેસાણાથી રામસિંહ ઠાકોર, બનાસકાંઠાથી માવજી દેસાઇ અને લેબજી ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પહેલા પણ બીજેપીએ કાર્યવાહી કરતા 7 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જેમાં નાંદોદથી અપક્ષ ઉમેદવાદ હર્ષદ વસાવા, કેશોદથી અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણી, પારડીથી અપક્ષ ઉમેદવાર કેતન પટેલ, ધ્રાંગધ્રા કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયા, વેરાવળથી અપક્ષ ઉમેદવાર ઉદય શાહ, રાજકોટ ગ્રામ્યથી અપક્ષ ઉમેદવાર ભરત ચાવડા અને મહુવાથી અપક્ષ નોંધાવનાર કરણ બારૈયાને સસ્પેન્ડ કરાયા હતા.












Click it and Unblock the Notifications
