રાજ્યમાં 1267 ગ્રામ પંચાયત બીનહરીફ જાહેર, માત્ર એક ફોર્મ ભરાયા હતા!

રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હવે રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું છે કે, 19 ડિસેમ્બરે યોજાનારા મતદાન પહેલાં કુલ 1,267 ગ્રામ પંચાયતોને સંપૂર્ણપણે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર : રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હવે રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું છે કે, 19 ડિસેમ્બરે યોજાનારા મતદાન પહેલાં કુલ 1,267 ગ્રામ પંચાયતોને સંપૂર્ણપણે બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ તમામ પંચાયતો પર માત્ર એક જ ઉમેદવારના ફોર્મ ભરાયા હતા.

voting

નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, 1,267 ગ્રામ પંચાયતોમાં માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં હતા, ત્યારબાદ તે સંપૂર્ણપણે બિનહરીફ થયા હતા. ગુજરાત સરકાર આવી સંપૂર્ણપણે બિનહરીફ થતી સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનો અને વધારાનું અનુદાન આપે છે. સરકાર પણ વધુમાં વધુ ગ્રામ પંચાયતો ચૂંટણીની જગ્યાએ પોતાના ઉમેદવારોને સર્વસહમતિથી ચૂંટે તેમા પર ભાર મુકે છેે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પક્ષના ચિન્હો પર લડવામાં આવતી નથી અને ઉમેદવારોએ તેમની વ્યક્તિગત ક્ષમતાથી ચૂંટણી લડવી જરૂરી છે, જેમાં મતદારો સરપંચ અને ચોક્કસ સંખ્યામાં પંચાયત સભ્યોને ચૂંટે છે. રાજ્ય ચૂંટણી પંચે ગયા મહિને 19 ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી, જેના પરિણામો 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં હાલ ઉમેદવારોના ફોર્મ ભરવા અને પાછા ખેંચવાની મુદ્દત પુરી થઈ ગઈ છે. હવે ઉમેદવારો જીતવા માટે મૈદાનમાં ઉતરશે. રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે, જે બાદ 20 તારીખે પુન: મતદાન અને 21 ડિસેમ્બરે મત ગણતરી થશે. હવે ફોર્મ ભરવાની અને પાછા ખેંચવાની મુદ્દત પુરી થઈ છે ત્યારે ઉમેદવારો પ્રચાર શરૂ કરશે અને પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવશે.

ઉલ્લેખનિય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી પાર્ટીના ચિહ્ન પર લડાતી નથી ત્યારે ઉમેદવારો પોતાના સ્વતંત્ર ચુનાવ ચિહ્ન સાથે મેદાનમાં ઉતરે છે. હાલ રાજ્યમાં જે ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાવાની છે ત્યાના ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન ફાળવી દેવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોમાં પણ અનામતના ધારાધોરણો મુજબ ચૂંટણી યોજાય છે.

હાલ તો રાજ્યમાં ફોર્મ ભરવા અને પાછા ખેંચવાની કાર્યવાહી પુરી થયા બાદ હવે ચૂંટણી પંચ પણ આખરી તૈયારીઓમાં લાગી ગયુ છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ રાજ્યની તમામ એવી પંચાયતો જે બીનહરીફ નથી થઈ ત્યાં મતદાન યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X