13 july Covid Update : દેશમાં 16,906 કેસ અને 45 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 577 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 633 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
13 july Covid Update : ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 577 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 633 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે વલસાડ અને ગાંધીનગરમાં 1-1 કોવિડ સંબંધિત મત નોંધાયું હતું.

ભરૂચમાં 13 કેસ અને વલસાડમાં 16 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 252 કેસ, સુરતમાં 79 કેસ, ભાવનગરમાં 38વડોદરામાં 37 કેસ, મહેસાણામાં 31 કેસ, ગાંધીનગરમાં 25 કેસ, પાટણમાં 27 કેસ, નવસારીમાં 15 કેસ, જામનગર અને વલસાડ 11-11નોંધાયા છે.

કચ્છમાં 9 કેસ નોંધાયા
કચ્છમાં 9 કેસ, ખેડામાં 6 કેસ, આણંદ, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે. આ સાથે અમરેલીઅને બનાંસકાઠામાં 3-3 કેસ નોંધાયા હતા. મોરબી, સાબરકાંઠા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3893 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,950 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,23,903 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4156 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,19,60,279 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.78 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 42,880 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,19,60,279 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

13 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 247 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.
આ સાથે શહેરી વિસ્તારમાં 251 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 2138 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 903 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

13 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
આસાથે શહેરી વિસ્તારમાં 21 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 4 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 1932 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 989 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

13 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારના રોજ જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 16,906 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 45 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે. કેન્દ્રીય મંત્રાલયે બુધવારના રોજ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 193.53 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
