નડિયાદઃ સોનીના વેપારીને નિશાન બનાવી ચલાવી 13 લાખની લૂંટ

બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર કપડવંજના દેસાઇવાડામાં રહેતા ચિન્ટુભાઇ શાંતિલાલ શાહ અને તેમના સસરા સાંજે જૂની નટરાજ ટોકિઝ પાસે આવેલી પોતાની દુકાનને બંધ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા, તે દરમિયાન તેમનીપાસે અંદાજે 13 લાખના સોના-ચાંદીના દાગીના થેલામાં ભરેલા હતા, જ્યારે તેઓ શ્રીમાળીવાડા અને દેસાઇવાડાની વચ્ચેથી પસાર થયા ત્યારે તેમના પર પાઇપ, તલવાર સહિત ઘાતક હથિયાર સાથે છ શખ્સો ત્રણ બાઇક પર આવ્યા અને ચિન્ટુભાઇ પર ગિલોલ વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં આ શખ્સોએ તેમના માથા પર પાઇપ ફટકારી 30 સેકન્ડમાં દાગીના ભેરલો થેલો લઇને ફરાર થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે લૂંટ ચલાવનારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ચિન્ટુભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. લૂંટના આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઇ છે.












Click it and Unblock the Notifications
