મારી માટી, મારો દેશ અભિયાન હેઠળ એક જ દિવસમાં 13 હજાર વધુ નાગરિકોએ લીધી પ્રતિજ્ઞા લીધી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સહિત ભારતભરમાં મારી માટી, મારો દેશ અભિયાનમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઇ રહ્યાં છે. ગુજરાતમાં 16 ઓગસ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોનો હર્ષભેર પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે રાજ્યની ૨૬ તાલુકા પંચાયતોમાં આજે 19 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં 13297 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં 1990 વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ 130 વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે 26 શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે 110410 નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે. આ ઉપરાંત 21445 વસુધા વંદન કાર્યક્રમમાં વૃક્ષોનું વાવેતર તથા વીર વંદના હેઠળ 1755 વીરો/વિરાંગનાઓ/પરિવારોને સન્માનિત કરાયા છે, જ્યારે 245 તાલુકા પંચાયતોમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું છે.
હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે 110048 નાગરિકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી છે.












Click it and Unblock the Notifications
