• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અંકલેશ્વર GIDCમાં ખાતે લાગી આગ

|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વિજય રૂપાણી બને શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ, 19મી જાહેરાત

વિજય રૂપાણી બને શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ, 19મી જાહેરાત

પાછલા કેટલાક મહિનાથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામે મગનું નામ મરી પડતા પડતા રહી જાય છે. હવે શંકર ચૌધરી અને અન્ય ભાજપી નેતાઓના નામ પડતા મૂકીને વિજય રૂપાણીનું નામ ફાઇનલ મનાવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે સ્પષ્ટતા તો હવે 19મી જ થશે. કારણ કે ત્યારે જ આ નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવશે.

રઇસમાં શાહરૂખની બેગમ માહિરાનો First look

રઇસમાં શાહરૂખની બેગમ માહિરાનો First look

અમદાવાદ ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવમાં હાલ શાહરૂખ ખાનની ફિલ્મ રઇસનું શૂટિંગ થઇ રહ્યું છે. ત્યારે અડાલજની વાવમાં શાહરૂખના નિકાહ ફિલ્મની લીડ માહિરા ખાન સાથે થવાના છે. તેના શૂટિંગ વખતે માહિરાના લૂકની ઝલક અમને જોવા મળી છે. જેમાં તે લાલ રંગના શૂટમાં નજરે પડી રહી છે. જુઓ તસવીર.

લાલજી પટેલ ઓડિયો ટેપ સાચો છે: ખોડાભાઇ પટેલે કરી સ્પષ્ટતા

લાલજી પટેલ ઓડિયો ટેપ સાચો છે: ખોડાભાઇ પટેલે કરી સ્પષ્ટતા

પાટીદારોને કોઈ પણ સંજોગોમાં મળશે નહીં તેવી ઓડિયો વાતચીતની ક્લિપ વાઇરલ થઈ હતી. એસપીજી ગ્રૂપના અધ્યક્ષ લાલજી પટેલ અને પાટીદાર સંકલન સમિતિના આગેવાન ખોડાભાઈ પટેલની વચ્ચે થયેલી આ વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ ઊભો થયો હતો. વધુમાં તેમાં હાર્દિક પટેલે સમાજને ખોટા માર્ગે દોર્યો હોવાનો ઉલ્લેખ થયો હતો. ત્યારે આ ઓડિયો ક્લિપમાં લાલજી પટેલ છે. અને સાચી છે તે વાતનો ખોડાભાઈ પટેલે કર્યો હતો. ત્યારે હવે આ નવા ફણગાથી પાટીદાર અનામત આંદોલનમાં કેવો વળાંક આવે છે તે જોવું જ રહ્યું.

ઉદ્યોગમંત્રી સૌરભભાઇ પટેલે કરી ગ્રામોદ્યોગ નીતિ 2016ની જાહેરાત

ઉદ્યોગમંત્રી સૌરભભાઇ પટેલે કરી ગ્રામોદ્યોગ નીતિ 2016ની જાહેરાત

કુટિર અને ગ્રામોદ્યોગની વૃદ્ધિ તથા વિકાસ માટે ગ્રામોદ્યોગ નીતિ 2016માં નવી પહેલ અન્વયે "વન વિલેજ વન પ્રોડક્ટ- O.V.O.P. " ની શરૂઆત કરવામાં આવશે. જેનો હેતુ લુપ્ત થતી ક્રાફ્ટના સંવર્ધન અને તેના પુનઉત્થાનનો છે. લુપ્ત થતી કળાઓના કારીગરોને ઉત્પાદનના વેચાણ ઉપર વિશેષ વળતર તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા જરૂરી સવલતો પણ આપવામાં આવશે. કારીગરોની યુવા પેઢીને પારંપરિક કળા માટે આકર્ષવા 35 વર્ષ સુધીના શ્રેષ્ઠ યુવા કારીગરને રૂપિયા એક લાખનો પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે મહિલા કારીગરને એક લાખ પચ્ચીસ હજારના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઇ-કોમર્સ થકી કારીગરોને માર્કેટિંગનું પ્લેટફોર્મ મળી રહે તે માટે www.estoregurjari.com દ્વારા તેમને સીધા ગ્રાહકો સાથે જોડવામાં આવશે.

સુરતમાં બનશે સ્પોર્ટસ એકેડમી: નાનુ વાનાણી

સુરતમાં બનશે સ્પોર્ટસ એકેડમી: નાનુ વાનાણી

સ્વચ્છ શહેરમાં સ્થાન પામેલું સુરત રમતગતમ ક્ષેત્રે પણ વધુ સુવિધાઓથી સજજ થવા જઈ રહ્યું છે. ગુજરાતના રમતગમત મંત્રી નાનુભાઈ વાનાણીએ સુરતના ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે રમતવીરો માટે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે વધુ પ્રોત્સાહન અપાશે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સ્પોર્ટસ માટે ચોક્કસ પ્રકારની પ્રકારની નીતિ તૈયાર થઈ રહી છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

આણંદ જિલ્લામાં ચૂંટણીકાર્ડ હવે સ્માર્ટકાર્ડના રૂપમાં આપવાનો નિર્ણય

આણંદ જિલ્લામાં ચૂંટણીકાર્ડ હવે સ્માર્ટકાર્ડના રૂપમાં આપવાનો નિર્ણય

આણંદમાં સાદા કાગળ પર પ્રિન્ટ અને લેમિનેશન વાળું ચૂંટણીકાર્ડ હવે સ્માર્ટકાર્ડના રૂપમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની માટે દરેક તાલુકાની મામલતદાર કચેરી ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુરની મામલતદાર કચેરી ખાતે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેથી જે પણ મતદારોને પોતાનું ચૂંટણીકાર્ડ મેળવવું હોય તે રૂબરૂમાં જઇને જૂનુ કાર્ડ તથા જરૂરી પુરાવાઓ આપીને નવું કાર્ડ મેળવી શકશે.

અંકલેશ્વર GIDCમાં ખાતે લાગી આગ

અંકલેશ્વર GIDCમાં ખાતે લાગી આગ

અંકલેશ્વર GIDCમાં ખાતે આવેલા પેટ્રોકેમિકલ યુનિટમાં હોલીલેન્ડ સોલવન્ટ કંપનીમાં સોમવારે, બપોરે ભીષણ આગા ફાટી નીકળી હતી. ભયંકર આગના પગલે દોડધામ મચી ગઈ હતી તેમજ ઘૂમાડા અને આગના ગોટેગોટાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જે બાદ પાંચ ફાયરફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સોલવન્ટ ડિસ્ટીલરી પ્લાન્ટમાં આગને કારણે તેના બાજુની કંપની ખાલી કરાવવામાં આવી હતી. જો કે આ ઘટનામાં જાનહાની થઇ હોવાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

હાર્દિક બિમાર પડ્યો કોર્ટમાં હાજર થાય તેવી શક્યતા નહિવત

હાર્દિક બિમાર પડ્યો કોર્ટમાં હાજર થાય તેવી શક્યતા નહિવત

સુરતમાં કામરેજ હાઈવે પર ચક્કાજામ મામલે આજે પાસના કન્વિનર હાર્દિક પટેલને આજે કઠોર કોર્ટમાં રજૂ કરવાનો હતો જોકે હાર્દિક બિમાર પડ્યો હોવાને કારણે લાજપોર જેલમાં તેની સારવાર ચાલી રહી છે. જેથી તેને કોર્ટમાં હાજર રાખવામાં આવે તેવી શક્યતા નહીવત છે..ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આતંર રાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન પાસ દ્વારા દેખાવોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ત્યાં તેની ધરપકડ થઈ હતી. હાર્દિકની ધરપકડના કારણે સુરતના કામરેજ હાઈવે પર પાસ કાર્યકરો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હાર્દિક સહિત અન્ય પાસના સભ્યો સામે ફરિયાદ દાખલ થઈ હતી.

 વીર નર્મદ યુનિવર્સિટીના પરિણામમાં છબરડો, વિદ્યાર્થીઓનું ઓનલાઇન ટોટલ એકસરખું

વીર નર્મદ યુનિવર્સિટીના પરિણામમાં છબરડો, વિદ્યાર્થીઓનું ઓનલાઇન ટોટલ એકસરખું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં લેવામાં આવતી પરીક્ષાઓના પરિણામમાં મોટો છબરડો સામે આવ્યો હતો. એલએલબી સેમેસ્ટર એકના પરિણામમાં 1 હજાર 247 જેટલા વિદ્યાર્થીઓની ઓનલાઇન માર્કશીટમાં મૂકવામાં આવેલું કુલ ટોટલ એક સરખું આવતા વિદ્યાર્થી અને વાલીઓ સહિત કોલેજના પ્રોફેસરો પણ મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. વ્યાપક ફરિયાદો ઉઠતા યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારી હતી.

200 કરતાં વધુ ચોરી કરનારા રીઢા ચોરને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ

200 કરતાં વધુ ચોરી કરનારા રીઢા ચોરને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મળેલી બાતમીના આધારે કુખ્યાત ચોર રિતેશ ઉર્ફે અંધો ગારંગે અને તેના સાગરીત પવન શુક્લાની નરોડા પાટિયા પાસેથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેની પાસેથી રોકડ રકમ, ચોરીના 2 લેપટોપ અને રિક્ષા સાથે કુલ કુલ 1 લાખ 60 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને કુલ 200 જેટલી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

રાજકોટમાં ફરીથી ઉથલો મારતો સ્વાઇન ફલૂ

રાજકોટમાં ફરીથી ઉથલો મારતો સ્વાઇન ફલૂ

રાજકોટમાં ફરીથી સ્વાઇન ફ્લુના કારણે ફરીથી ડર વ્યાપી ગયો છે. સૌરાષ્ટ્રમાં પાછલા 15 દિવસથી સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ રહ્યા છે. પાછલા 15 દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે સૌરાષ્ટ્રમાંથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે સ્વાઇન ફ્લૂના 9 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણના કેસ પોઝીટીવ આવ્યા છે, જેમાંથી બે દર્દીઓ રાજકોટના છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ ફરીથી ઉથલો મારતા રાજકોટનું આરોગ્ય તંત્ર સતક્ર થઈ ગયું છે

English summary
16 February: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more