મુંદ્રા સેઝ: અદાણી ગ્રુપને રાહત આપતો હાઇકોર્ટનો ચૂકાદો

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અદાણી ગ્રુપને હાઇકોર્ટની રાહત

અદાણી ગ્રુપને હાઇકોર્ટની રાહત

મુંદ્રા સેઝ સામેની અરજી હાઇકોર્ટે ફગાવીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી છે. મુંદ્રા સેઝ સામે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો.

50 પરિવારોને અચાનક બેઘર કરી દેવાયા

50 પરિવારોને અચાનક બેઘર કરી દેવાયા


સોનીની ચાલ પાસે છેલ્લા 40 વર્ષથી વસવાટ કરતા 50 પરિવારોને અચાનક બેઘર કરી દેવામાં આવ્યા છે. જમીન માલિકોએ અચાનક કોઇપણ નોટિસ ફટકાર્યા વિના પોલીસની મદદથી સ્થાનિકોનો સામાન રસ્તા પર ફેંકી દીધો. સ્થાનીકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

 નારાયણ સાઇને લાફો

નારાયણ સાઇને લાફો

આસારામના પુત્ર નારાયણ સાઇને લાફો મારનાર શખ્શ બબલુ પરિંદાને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો. નોંધનીય છે કે નારાયણ સાઇને શરતી જામીન મળ્યા છે.

હરિભાઇ ચોધરી કચ્છમાં

હરિભાઇ ચોધરી કચ્છમાં

કેન્દ્રીય રાજ્ય ગૃહ પ્રધાન હરિભાઇ ચોધરી હાલમાં ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગુજરાતના સરહદી વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે, સરહદી વિસ્તારોના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. હરિભાઇ ચોધરી આવતીકાલે ધોળાવીરા અને બનાસકાંઠા પણ જવાના છે.

ઉત્તરવહી કૌભાંડ

ઉત્તરવહી કૌભાંડ

ઉત્તરવહી કૌભાંડના મામલે જીટીયુ દ્વારા 12 જેટલા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદી દેવાનો કડક નિર્ણય લીધો છે.

સફાઇ કામદારો હડતાળ પર

સફાઇ કામદારો હડતાળ પર

મોડાસા નગરપાલિકાના 66 સફાઇ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે.

પોલીસે 5 હાઇટેક ચોરની ધરપકડ કરી

સુરતમાં બે એટીએમ મશીનોને હાઇટેક પદ્ધતિથી તોડી પાડીને તેમાંથી ચોરી કરવાની ઘટનાના પગલે સુરત પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. આ પાંચેય આરોપીઓને હાઇટેક ચોર માનવામાં આવે છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરતા જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X