કેદારનાથમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોને રેસ્ક્યુ કરાયા
ભારે વરસાદને કારણે કેદારનાથમાં લેન્ડ સ્લાઈડમાં ઘણા યાત્રિકો ફસાયા છે. અહીં વરસાદ વચ્ચે ગુજરાતના 17 જેટલા યાત્રિકો ફસાયા હતા.
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.

આ ફસાયેલા યાત્રિકોને રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે ઉત્તરાખંડ સરકારના એસઈઓસી નો સંપર્ક સાધીને યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.
ઉત્તરાખંડ સરકારના એસઈઓસી દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વાતાવરણ સાફ થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહિ સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે સરકારનો આભાર માન્યો.












Click it and Unblock the Notifications
