19 july Covid Update : દેશમાં 15,528 કેસ અને 25 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 15,528 નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,37,83,062 થઈ ગઈ છે. આવા સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 1,43,654 થઈ ગઈ છે.
19 july Covid Update : ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 596 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 604 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

મહેસાણામાં 39 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 208 કેસ, સુરતમાં 74 કેસ, વડોદરામાં 54કેસ, ગાંધીનગરમાં 47 કેસ, મહેસાણામાં 39 કેસ, બનાસકાંઠામાં 37 કેસ, કચ્છમાં 32 કેસ, ભાવનગરમાં 14 કેસ, રાજકોટમાં 17 કેસ તેમજવલસાડમાં 10 અને મોરબીમાં 9 કેસ નોંધાયા છે.

આણંદમાં 7 કેસ નોંધાયા
અમરેલી, નવસારી અને દેવભૂમિ દ્વારાકામાં 6-6 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 5 કેસ, અરવલ્લી, પંચમહાલ અને પોરબંદરમાં 4-4 કેસનોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 3-3 કેસ
ભરૂચ, ગીર સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ નોંધાયા છે. આ સાથે ખેડા, પાટણ અને તાપીમાં 2-2 કેસ નોંધાયા છે. તેમજદાહોદ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4768 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,954 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,27,605 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4768 થઇ છે. જેમાંથી 8 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,25,67,196 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.74 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 69,904 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,25,67,196 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

19 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 203 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં 5 વ્યક્તિના કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો હતો.
આ સાથે શહેરી વિસ્તારમાં 185 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 7083 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2524 વ્યક્તિએ કોરોનાવેક્સિનનો ડોઝ લીધો છે.

19 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 12 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 13 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 1368 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 837 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

19 july ની ભારત કોરોના અપડેટ
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 15,528 નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને4,37,83,062 થઈ ગઈ છે. આવા સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 1,43,654 થઈ ગઈ છે.
મંગળવારના સવારે 8 કલાકેકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોરોના સંક્રમણને કારણે વધુ 25 લોકોના મોત બાદ,મૃત્યુઆંક વધીને 5,25,785 થઈ ગયો છે.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,43,654 થઇ
દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 1,43,654 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.33 ટકા છે. છેલ્લા 24 કલાકમાંસારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 610નો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.47 ટકા છે.
દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 31 લાખ 13 હજાર 623 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 16113 લોકો કોરોનાથી સાજાથયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 25 કોરોના સંક્રમિતોના મોત થયા છે.

5 લાખ 25 હજાર 785 લોકોના મોત થયા
દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 લાખ 25 હજાર 785 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા છે.
આવા સમયે, ડેઇલી પોઝિટિવિટી રેટ 3.32 ટકા છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 4.57 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 87.01 કરોડલોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,68,350 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં 1,449 નવા પોઝિટિવ કેસ નોંધાયા
સોમવારના રોજ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના સંક્રમણના 1,449 નવા કેસ નોંધાયા હતા, જે પછી સંક્રમિતોની સંખ્યા વધીને20,72,307 થઈ ગઈ છે.
સંક્રમણને કારણે વધુ છ લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 21,282 થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગે સોમવારનારોજ આ જાણકારી આપી હતી.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 29,583 છે, જ્યારે અત્યારસુધીમાં 20,21,442 લોકો કોરોનામુક્ત થયા છે.












Click it and Unblock the Notifications
