નકલી નોટ સાથે સુરતમાં એનઆરઆઇ સહિત ત્રણ ઝડપાયા

Subscribe to Oneindia News

સુરતમાં પોલીસે બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી લિંબાયતના રહેવાસી ફૈઝલ ઈબ્રાહીમ પટેલ અને સરફરાઝ મોહંમદ યાકુબને ઝડપ્યા હતા. તેમની પાસેથી હજાર રૂપિયાની 600 નોટો ઝબ્બે કરી હતી. આ લોકો સાથે લંડનનો રહેવાસી જાકીર મોહંમદ યાકુબ પટેલ પણ હતો.

surat

પોલીસે સંજીવની હોસ્પિટલ પાસે આ લોકોને ઉભા રાખીને તલાશી લેતાં તેમની પાસેથી રૂપિયા 1000 ના દરની 600 નકલી નોટો મળી આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે આ ત્રણેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યુ હંતુ કે આ લોકો કમિશનથી આ નકલી નોટ બદલી આપવાના હતા. જો કે એ જાણીને પોલીસને પણ નવાઈ લાગી હતી કે એનઆરઆઇ યુવક હજારની નકલી નોટ લંડનથી સાથે લાવ્યો હતો અને અહીં બદલાવવાનો હતો. પોલીસને આ બાબતમાં મોટા કૌભાંડની શંકા છે. પોલીસને લાગે છે કે આ યુવકો તપાસને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

English summary
2 arrested with fake notes in surat
Please Wait while comments are loading...