ગુજરાત અને છત્તીસગઢમાં 2 નવા તિરુપતિ મંદિર બનશે, જાણો ક્યારે કરી શકશો દર્શન
Tirumala Tirupati Devasthanams : વિશ્વનું સૌથી ધનાઢ્ય મંદિર ટ્રસ્ટ ગુજરાત અને છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વરના બે નવા પ્રતિકૃતિ મંદિરો બાંધવાનું આયોજન કરી રહ્યું છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD), જે તિરુમાલા મંદિરની બાબતોનું સંચાલન કરે છે, તે સમગ્ર દેશમાં 50 થી વધુ મંદિરોનું પણ સંચાલન કરે છે. ટીટીડીના નવા બાલાજી મંદિરનું તાજેતરમાં જમ્મુમાં માજીન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું મહારાષ્ટ્રમાં નવી મુંબઈ ખાતે આવી રહ્યું છે.

સોમવારના રોજ તિરુમાલામાં ટ્રસ્ટ બોર્ડની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા, TTD ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને છત્તીસગઢની રાજ્ય સરકારો સાથે જમીન ફાળવણી સંબંધિત પરામર્શ અંતિમ તબક્કામાં છે. એકવાર જમીનની ફાળવણી પૂરી થઈ જાય, પછી TTD તરત જ બાંધકામ પ્રવૃત્તિ હાથ ધરશે.












Click it and Unblock the Notifications
