કચ્છઃ આડા સંબંધોની શંકાને આધારે બે યુવકોને માર્યો ઢોર માર

Subscribe to Oneindia News

કચ્છ માધાપરના મમુઆરા ગામના બે યુવકોને ધ્રંગ ગામના ત્રણ યુવાનોએ દ્વારા ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પશ્ચિમ કચ્છ પોલીસની સાત ટીમો કામે લાગી ગઇ હતી.

kutch viral video

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ગણતરીના કલાકોમાં યુવકોને મારા મારનારા ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આ બનાવ મામલે હજુ સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ નથી. વીડિયોમાં જે યુવકો માર ખાતા દેખાય છે તેમનું નામ ગોવિંદ મહેશ્વરી અને વાઘજી આહિર છે. આ બંન્ને યુવકોને ધ્રંગ ગામે કેટલાક યુવાનોએ માર મારતો વીડિયો વાયરલ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતા જોડે આડા સંબંધ મામલે ગુસ્સે ભરાયેલા યુવકોએ આ બંન્ને યુવકોને માધાપરમાં પકડી એક રૂમમાં પૂરી માર માર્યાો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં માર ખાઇ રહેલા યુવકો ગભરાયેલા અને હાથ જોડી માફી માંગતા દેખાય છે. માર ખાનારા બંન્ને શખ્સો પૈકી એક યુવાનની હાલત ગંભીર છે.

English summary
2 young guys beaten badly in Bhuj by 3 men. Video of the incident has gone viral on the social media. Accused are under police custody.
Please Wait while comments are loading...