20 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 120, સુરતમાં 38 કેસ, વડોદરામાં 34 કેસ, રાજકોટમાં 10 કેસ, વલસાડ, ગાંધીનગર અને ભાવનગરમાં 6-6 કેસ નોંધાયા છે.

20 June Covid Update : ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 244 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 120, સુરતમાં 38 કેસ, વડોદરામાં 34 કેસ, રાજકોટમાં 10 કેસ, વલસાડ, ગાંધીનગર અને ભાવનગરમાં 6-6 કેસ નોંધાયા છે. આ સાથે ભરૂચ, જામનગર અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ અને આણંદ, મહેસાણા અને નવસારીમાં 3 -3 કેસ તેમજ ખેડામાં 2 કેસ અને કચ્છમાં 1 નોંધાયો હતો.

કુલ 11,08,64,466 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,08,64,466 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,15,323 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1374 થઇ છે. જેમાંથી 5 ની હાલત ગંભીર છે, જ્યારે 1369 ની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.00 ટકાછે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 10,937 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,08,64,466 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

20 June ની અમદાવાદ કોરોના અપડેટ

20 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 117 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે શહેરી વિસ્તારમાં 78 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 1618 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 232 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

20 June ની રાજકોટ કોરોના અપડેટ

20 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 10 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આસાથે શહેરી વિસ્તારમાં રિકવરી નોંધાઇ નથી.

આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવેતો, રાજકોટ શહેરી વિસ્તારમાં 275 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 297 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

20 June ની ભારત કોરોના અપડેટ

20 June ની ભારત કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 12,781 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેણે કોરોનાસંક્રમણની સંખ્યા 4,33,09,473 પર પહોંચાડી છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા વધીને 76,700 થઈ ગઈ છે. આ સાથે 18 કોરોના સંક્રમણસંબંધિત મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,24,873 પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.17 ટકાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.62 ટકાનોંધાયો હતો.

24 કલાકના ગાળામાં સક્રિય કોરોના કેસ લોડમાં 4,366 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. ડેઇલી પોઝિટિવિટી અપડેટ 2.89ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 2.50 ટકા નોંધવામાં આવ્યો હતો, મંત્રાલયે જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X