For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા દરમિયાન 200 કિલો કાપલીઓ જપ્ત કરાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઘ્વારા 200 કિલોથી વધારે કાપલીઓ જપ્ત કરવામાં આવી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 12માંની પરીક્ષા દરમિયાન મોટા પાયે નકલ કરવામાં આવી છે તેનું અનુમાન એના પરથી લગાવી શકાય કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઘ્વારા 200 કિલોથી વધારે કાપલીઓ જપ્ત કરવામાં આવી છે. આ નકલો જુનાગઢ શહેરના વંથલી પરીક્ષા કેન્દ્રમાંથી જપ્ત કરવામાં આવી છે. આ નકલો ધોરણ 12 ની વિજ્ઞાનની પરીક્ષાની છે, જે માર્ચના બીજા સપ્તાહમાં લેવામાં આવી હતી.

31 મેના રોજ 15 વિદ્યાર્થી થશે હાજર

31 મેના રોજ 15 વિદ્યાર્થી થશે હાજર

બોર્ડ અધિકારીઓ નકલ કૉપિની 20 બેગ જપ્ત કરી છે, જેમાં મોટા ભાગના પ્રશ્નોના ઉત્તરની નાની નાની ફોટો કૉપિ હતી. આ ખુલાસો તે સમયે થયો જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિ આ કેસની સુનવણી કરતી હતી. બોર્ડે આ બાબતે ગંભીર વલણ લીધું છે અને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા કોઓર્ડિનેટરને બોલાવ્યા છે. આ કિસ્સામાં બોર્ડના વીસી એનસી શાહ નું કહેવું હતું કે જે 15 વિદ્યાર્થીઓ કથિત નકલમાં સામેલ છે, તે તમામ વિદ્યાર્થીઓને 31 મી મેના રોજ બોલાવવામાં આવ્યા છે.

રોડ નકલ કોપીથી ભરેલો

રોડ નકલ કોપીથી ભરેલો

જૂનાગઢ જિલ્લાના શિક્ષણ અધિકારી બી કે કેલ્લાએ સમાચારનું સમર્થન આપતા જણાવ્યું કે અમને અનિયમિતતા ની કેટલીક ફરિયાદો પ્રાપ્ત થઈ છે, આ ફરિયાદ સ્વામિનારાયણ ગુરુકુળની છે . જ્યારે અમે 14 માર્ચના રોજ અહીં પહોંચ્યા ત્યારે ધોરણ 10 ની પરીક્ષા ચાલુ હતી, અમે જોયું કે માર્ગ સફેદ કાગળો થી ભરેલો હતો , જે વિદ્યાર્થીઓ દ્વારા ફેંકવામાં આવેલી નકલ કોપીઓ હતી. અમે રસાયણશાસ્ત્ર ની પરીક્ષાના સમયે ઓછામાં ઓછા 3 વખત ચેતવણીઓ આપી હતી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડ સાથે તેમની નકલ કોપી જમા કરાવી હતી. અમે પરીક્ષા દરમિયાન બાળકોની શોધ પણ કરી, અમને જાણવા મળ્યું કે 15 વિદ્યાર્થીઓ પાસે નકલ કોપી હતી .

વધારે અનિયમિતતા જોવા મળી

વધારે અનિયમિતતા જોવા મળી

વર્ષ 2008 માં સ્વામિનારાયણ ગુરુકુલ શાળા ને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. તેમ છતાં આગળના વર્ષે આ લિસ્ટમાંથી તેને દૂર કરવામાં આવ્યું હતું, આ વર્ષે તેને ફરી એકવાર કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. જો શાળાના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો બીજી ઘણી અનિયમિતતા જોવા મળશે. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે નકલ કોપી સાથે 15 બાળકો સામે કેસ નોંધ્યો છે,અને સાથે નકલ કોપી જપ્ત કરી છે, જે 200 કિલો છે.

English summary
200 kg cheating material found from examination centre in Gujarat school
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X