For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LRD બિન અનામત મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં રસ્તા કર્યા બ્લોક

રાજ્યનું પાટનગર હાલમાં આંદોલનનું પાટનગર બની ગયુ છે. 2018 લોક રક્ષક ભરતીની બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે રસ્તા રોકો આંદોલન કરીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા ગાંધીનગર પોલીસ દોડતી થઇ હતી. છેલ્લા 13 દિ

|
Google Oneindia Gujarati News

રાજ્યનું પાટનગર હાલમાં આંદોલનનું પાટનગર બની ગયુ છે. 2018 લોક રક્ષક ભરતીની બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે રસ્તા રોકો આંદોલન કરીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા ગાંધીનગર પોલીસ દોડતી થઇ હતી. છેલ્લા 13 દિવસથી આંદોલન કરતી મહિલા ઉમેદાવારો દ્વારા ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ પહોચીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે તેમના દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ગુરુવારે સાંજના સમયે તેમના દ્વારા ગુજરાત વિધાનસભાની નજીક આવેલા રોડ પર રસ્તા રોકો આંદોલન શરૂ કરીને સૂત્રોચ્ચાર શરૂ કરી દિધા હતા.

POLICE

2018 માં બિન અનામત વર્ગની 1193 મહિલા ઉમેદાવારોએ પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ તેમના સર્ટિફિકેટનું વેરિફિકેશન પણ કવરામાં આવ્યુ હતુ. પરંતુ ચાલુ ભરતી દરમિયાન 1-08-2018 નો GR રદ્દ કરતા 880 મહિલા ઉમેદવારની ભરતી કરવામાં આવી હતી જ્યારે 313 ઉમેદવારની બાદબાકી કરવામાં આવતા તે રજડી પડી હતી.

મહિલા ઉમેદવાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમત્રી હર્ષ સંઘવી સાથે બેઠકો કરતા તેમના દ્વારા ઉમેદવારોને હૈયાધારણા આપવામાં આવી હતી. આપી હતી. પરંતુ આજ દિન સુધી કોઇ કાર્યવાહી નહી કરવામાં 2018 LRD ભરતીની બિન અનામત વર્ગની મહિલા અનામત ઉમેદવારો ગાંધીનગર 13 દિવસથી આંદોલન કરી રહી છે.

આ મામલે ઉમેદવાર તેજલબાએ જણાવ્યુ હતુ કે, અમે છેલ્લા 13 દિવસથી આંદોલન કરી રહ્યા છીએ ભરતીના ચાર વર્ષ થયા હોવા છતા અમને ઓર્ડર નથી આપ્યો. અમને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી તેમના દ્વારા રક્ષા બંધન સુધીમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતુંં પરંતુ તેમ કરવામાં નથી આવ્યુ એટલે અમે આંદોલન કરી રહ્યા છીએ અને જો અમારી માંગ પૂર કરવામાં નહી આવે તો અમારુ આંદોલન ચાલુ રાખીશુ.

English summary
2018 LRD Recruitment 313 candidates blocked roads in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X