For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભક્તે ઉમિયાધામમાં ચડાવી 24 કેરેટ સોનાના પરતવાળી વિશ્વ પ્રસિદ્ધ ઘારી, જાણો કિંમત

ગુજરાતમાં સુરતના રહેવાસી એક વ્યક્તિએ પાટીદારોના મંદિર વિશ્વ ઉમિયાધામમાં 24 કેરેટ સોનાના પરતવાળી ઘારી ચડાવી.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરતના રહેવાસી એક વ્યક્તિએ પાટીદારોના મંદિર વિશ્વ ઉમિયાધામમાં 24 કેરેટ સોનાના પરતવાળી ઘારી ચડાવી. આ ગુજરાતી મિઠાઈ વિશ્વ પ્રસિદ્ધ છે અને ખૂબ મોંઘી છે. આને સ્વર્ણયુક્ત ઘારી કહેવામાં આવે છે. ભક્તે અમદાવાદ જિલ્લાના જાસપુર સ્થિત જનની મા ઉમિયા માટે રાજભોગમાં આને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલ પ્રસાદ ચડાવ્યો. અહીં ભવ્ય અન્નકૂટના દર્શનનુ આયોજન પણ કરવામાં આવ્યુ. રવિવારે ભક્તોની ઉપસ્થિતિમાં આરતી પણ થઈ. એક શ્રદ્ધાળુએ જણાવ્યુ કે માતા માટે જે ઘારી અહીં ચડાવવામાં આવી છે તે સોનાના પરતવાળી હતી. આ એક કિલો ઘારીની કિંમત 11 હજાર રૂપિયા થાય છે.

તમે નહિ ખાધી હોય આવી મિઠાઈ

તમે નહિ ખાધી હોય આવી મિઠાઈ

સ્વર્ણયુક્ત ઘારી સુરતની અમુક જ દુકાનો પર મળે છે. આને સોનાવાળી મિઠાઈ કહેવામાં આવે છે. શું તમે ક્યારેય ખાધી છે? જો ના તો તમને જણાવી દઈએ કે આ મિઠાઈમાં શુદ્ધ સૂકા મેવા અને શુદ્ધ ઘી સાથે ઓછી ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. તેને આકર્ષક બનાવવા માટે ઘારી પર શુદ્ધ સોનાની પરત ચડાવવામાં આવે છે. અત્યાર સુધી લોકો ચાંદીના વરખવાળી મિઠાઈ જ ખાતા હતા પરંતુ હવે અહીં સોનાના વરખવાળી મિઠાઈ પણ બની રહી છે.

ખરીદવી હોય તો ચૂકવવા પડશે 11000 રૂપિયા

ખરીદવી હોય તો ચૂકવવા પડશે 11000 રૂપિયા

આ મિઠાઈની ખૂબ જ ડિમાન્ડ છે. સુવર્ણયુક્ત ઘારીને લોકો ચંડી પડવા ઉત્સવ માટે સુરતના જ એક મિઠાઈ વિક્રેતા પાસેથી 11,000 રૂપિયે કિલો લઈ જઈ રહ્યા છે. આ અંગે જણાવતા ભાગલ વિસ્તારના મિઠાઈ વિક્રેતા મોતીરામ સુખડિયાએ જણાવ્યુ કે ચંડી પડવા પર સુવર્ણ ઘારી બનાવી છે. ગુજરાતમાં માત્ર સુરતમાં જ આ મિઠાઈ મળે છે. જો તમારે ખરીદવી હોય તો એક કિલો મીઠાઈના 11 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય

ગૌરાંગ સુખડિયાના જણાવ્યા મુજબ અમારી દુકાનમાં આમ તો આ મિઠાઈ આખુ વર્ષ વેચાય છે પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે તેને ખાવાની મઝા કંઈક અલગ જ છે. લોકો તેને લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં પણ ઘારી ભારે માત્રામાં વેચાય છે. અહીંની આ વિશેષ મિઠાઈ ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. દૂધનો માવો, પિસ્તા બદામ અને દેશી ઘીમાં ઘારીનુ નામ સાંભળતા જ સુરતવાસીઓના મોઢામાં પાણી આવી જાય છે.

ફરસાણ-નમકી પણ ખવાય છે

ફરસાણ-નમકી પણ ખવાય છે

ઘારી સાથે ફરસાણ-નમકીન પણ ખવાય છે. ચંદની પડવા પર્વ પર સમગ્ર સુરત શહેરમાં મિઠાઈની દુકાનોથી કરોડો રૂપિયાની ઘારી વેચાય છે. સ્વાદ પ્રિય અને ઉત્સવ પ્રિય સુરતવાસી ચંદની પડવાની રાતે શહેરના મુખ્ય માર્ગ ગૌરવપથી અને ડુમસ રોડના ફૂટપાથ પર બેસીને ઘારી ખાય છે. સામાન્ય પરિવારથી લઈને શ્રીમંત પરિવારના લોકો ફૂટપાથ પર સ્ટ્રીટલાઈની રોશનીમાં ઘારી ખઈને ચંદી પડવાનો તહેવાર મનાવે છે. જો કે હવે કોરોનાના કારણે શહેરમાં ખુલ્લી જગ્યા ન રહેતા ઘરની છત પર ઘારી મહોત્સવ મનાવવા લાગ્યો છે. અપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ચાંદની પડવાને તહેવાર મનાવવા માટે આ રીત શોધી છે.

La-Ninaના કારણે આ વખતે પડશે હાડ ધ્રૂજાવી દેતી ઠંડી: IMDLa-Ninaના કારણે આ વખતે પડશે હાડ ધ્રૂજાવી દેતી ઠંડી: IMD

English summary
24 Carat Gold carate sweet prasad for Vishwa Umiya Dham temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X