For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઈને ૨૪ નોડલ અધિકારીઓની નિમણુંક કરાઈ!

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભાઓમાં ૧૮ થી ૧૯ વર્ષના મતદારોની સંખ્યા ૨૭,૫૯૯ અને ૨૦ થી ૨૯ વર્ષના મતદારોની સંખ્યા ૨,૬૬,૬૬૮ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભાઓમાં ૧૮ થી ૧૯ વર્ષના મતદારોની સંખ્યા ૨૭,૫૯૯ અને ૨૦ થી ૨૯ વર્ષના મતદારોની સંખ્યા ૨,૬૬,૬૬૮ છે.

vote

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.એ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા મત વિભાગમાં શહેરી મત વિભાગમાં - ૧ અને ગ્રામ્ય મતવિભાગમાં ૪ મળી પાંચ વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે. આ તમામ મત વિભાગમાં કુલ ૧૩૫૦ મતદાન મથકો છે. જેમાં શહેરી વિસ્તારમાં આવેલા ૪૨૧ મતદાન મથક અને ગ્રામ્ય વિસ્તારમાં ૯૨૯ મતદાન મથક છે. ૬૪૭ મતદાન મથક સ્થળ છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૫૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૯૪ મતદાન મથક સ્થળનો સમાવેશ થાય છે. જિલ્લામાં સખી મતદાન મથક ૩૫, આદર્શ મતદાન મથક ૫, દિવ્યાંગ મતદાન મથક ૫, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ૫ અને યુવા મતદાન મથક ૧ બનાવવામાં આવ્યા છે.

જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગમાં કુલ મતદારોની સંખ્યા ૧૩,૨૫,૬૦૪ છે. જેમાં પુરૂષ મતદારો ૬,૭૯,૨૧૨ અને સ્ત્રી મતદારો ૬,૪૬,૩૪૩, અન્ય મતદારો ૪૯ છે. તેમજ યુવા મતદારોની સંખ્યા ૧૮ થી ૧૯ વર્ષના ૨૭,૫૯૯ અને ૨૦ થી ૨૯ વર્ષના ૨,૬૬,૬૬૮ મતદારો છે. ૮૦ વર્ષથી ઉપરના મતદારો ૨૪,૨૭૦ છે. સેવા મતદારો ૧૦૯૨ અને પી.ડબલ્યુ.ડી. મતદારો ૧૪,૫૦૭ થાય છે.

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.એ જણાવ્યું કે, ગઇકાલથી સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ મતવિસ્તારમાં વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઇવીએમ, વીવીપેટ, ટ્રાન્સપોર્ટપ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા વગેરે પર દેખરેખ રાખવા માટે કુલ ૨૪ નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતા માટે એફએસટીની ૨૦, એસએસટીની ૨૮, વીએસટીની ૨૪, વીવીટીની ૧૨ અને એકાઉન્ટીંગની ૯ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું કે, વિધાનસભા ચૂંટણી અંતર્ગત વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા એક અથવા એકથી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર અર્થે જાહેરસભા, રેલી, સરઘસ, વાહન અને લાઉડ સ્પીકર વગેરે માટે મંજુરી અર્થે અરજીઓ કરવામાં આવે છે. આવી પરવાનગીઓ એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ તથા દરેક વિધાનસભા મતદાર વિભાગમાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ ઓનલાઇન સુવિઘા પોર્ટલ પર પણ અરજી કરી શકાશે.

ગાંધીનગર જિલ્લા કક્ષાએ ૨૪ x ૭ ના એક કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેનો ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૨૩૩ ૨૩૪૫ છે. જેના પર આદર્શ આચારસંહિતા ભંગની લગતી ફરિયાદ નાગરિકો દ્વારા કરી શકાશે.

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિભાગમાં કુલ પાંચ આદર્શ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં ૩૪ દહેગામમાં બૂથ નંબર - ૧૩૬, મીઠાના મુવાડા- ૩ (આંત્રોલી), પ્રાથમિક શાળા રૂમ નંબર- ૧, ૩૫ ગાંધીનગર (દક્ષિણ) બૂથ નં-૭૯, નવી ગુજરાતી પ્રાથમિક શાળા રૂમ નં- ૪, પુન્દ્રાસણ, ૩૬- ગાંધીનગર ( ઉત્તર) બૂથ નંબર- ૧૩૪ ગાંધીનગર- ૪૩, સરદાર પટેલ વિઘામંદિર, સેકટર- ૭, રૂમ નંબર- ૧૨, ૩૭- માણસા બૂથ નંબર- ૧૯૧, બળીયાનગર ( માણેકપુર) પ્રાથમિક શાળા, જમણી બાજુ રૂમ, માણેકપુર- મકાખાંડ અને ૩૮ કલોલ બૂથ નંબર- ૯૦, કલોલ- ૩૩, સુમન બાલ મંદિર રૂમ નંબર- ૧૪ ખાતે આદર્શ મતદાર મથકો ઉભા કરાશે.

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિભાગમાં કુલ- ૫ ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ મતદાન મથકો ૩૪- દહેગામમાં બારીયા- ૪ (નવાગામ) પ્રાથમિક શાળા રૂમ નંબર-૧, ૩૫- ગાંધીનગર (દક્ષિણ)માં ૭૩ ટીંટોડા- ૫ (કાકાના તારાપુર) ગુજરાતી પ્રાથમિક શાળા રૂમ નંબર- ૪, કાકાના તારાપુર, ૩૬- ગાંધીનગર( ઉત્તર) માં પીપળજ, પ્રાથમિક શાળા રૂમ નંબર- ૩, નવુ પીપળજ, ૩૭- માણસામાં બોરૂ-૩ ગામની પ્રાથમિક શાળા અને ૩૮ - કલોલમાં ૫ નવા ગામ, પ્રાથમિક શાળા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિભાગમાં ૫ પી.ડબલ્યુ.ડી મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં ૩૪- દહેગામમાં નાંદોલ- ૫, પ્રાથમિકશાળા રૂમ નંબર- ૨, ૩૫- ગાંધીનગર (દક્ષિણ)માં ૪૪- આલમપુર, પ્રાથમિક શાળા નંબર- ૪, ૩૬- ગાંધીનગર( ઉત્તર) માં ૧૧૪ ગાંધીનગર- ૨૪ ગુજરાત રાજય કોળી સેવા સમાજ સી.કે.પટેલ શિક્ષણ ભવન, સેકટર-૪/એ ગાંઘીનગર રૂમ નંબર- ૫, ૩૭- માણસામાં ૨૪ મોતીપુરા (વેડા) પ્રાથમિક શાળા અને ૩૮ - કલોલમાં ઓળા- ૨ ખાતે પીડબલ્યુડી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૩,૨૫,૬૦૪ મતદારો છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના ૨૭,૫૯૯, ૨૦ થી ૨૯ વર્ષના ૨,૬૬,૬૬૮, ૩૦ થી ૩૯ વર્ષના ૩,૩૩,૭૧૫, ૪૦ થી ૪૯ વર્ષના ૨,૬૬,૯૯૫, ૫૦ થી ૫૯ વર્ષના ૨,૦૮,૩૨૮, ૬૦ થી ૬૯ વર્ષના ૧,૩૩,૬૬૩, ૭૦ થી ૭૯ વર્ષના ૬૪,૩૬૬ અને ૮૦ વર્ષથી ઉપરની ઉંમરના ૨૪,૨૭૦ મતદારોનો સમાવેશ થાય છે.

English summary
24 nodal officers have been appointed regarding the assembly elections in Gandhinagar district!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X