• search

29 જુલાઇ, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

  facebook1

  ભાવનગરના ફેસબુક ફ્રેન્ડે ઇન્દોરની યુવતી સાથે રેપ કર્યો
  ભાવનગરના વિદ્યાર્થી રિષભ કટોદિયા(25)ની ઇન્દોર પોલીસે ધરપકડ કરી છે. રિષભની ધરપકડ ઇન્દોરની 23 વર્ષીય સોફ્ટવેર એન્જિનીયર યુવતી પર બળાત્કાર કરી તેની વિડિયો ક્લિપ ઉતારીને બ્લેકમેલ કરવાના આરોપસર કરવામાં આવી છે. બેંગલોરમાં જોબ કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે ઇન્ડોરમાં અભ્યાસ દરમિયાન રિષભ સાથે ફેસબુક પર તેને મિત્રતા બંધાઇ હતી. રિષભ સિવિલ એન્જિનીયરિંગનો વિદ્યાર્થી છે.

  યુવતીના નિવેદન અનુસાર 4 જાન્યુઆરી, 2014ના રોજ રિષભ ઇંદોર આવ્યો હતો એણે યુવતીને ઇંદોર ફેરવવાની વાત કરી હતી. દરમિયાન કોફીમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવીને એણે તેણીનો અશ્ર્લીલ વિડિયો ઉતાર્યો હતો. આશરે બે મહિના પછી એણે યુવતીને વિડિયો જાહેર કરવાની ધમકી આપીને વડોદરા બોલાવી હતી. વડોદરામાં ત્રણ દિવસ સુધી રેપ ગુજાર્યા બાદ યુવતી સામે અમુક ફોટો ડિલીટ પણ કર્યા હતા. થોડા દિવસ પછી રિષભે ફરી યુવતીને અશ્લીલ ફોટો મોકલ્યા અને એના પર લગ્ન માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતાં એણે મારી નાખવાની અને અશ્લીલ ફોટો માતા-પિતાને દેખાડવાની ધમકી આપી હતી. આખરે કંટાળેલી યુવતીએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને રિષભને મળવાને બહાને રવિવારે ઇંદોર બોલાવ્યો હતો. જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

  આજે સાબરમતી આરતી યોજાશે
  આજે શ્રાવણ સુદ બીજ એટલે કે 29 જુલાઈ, 2014ના રોજથી અમદાવાદ મધ્યેથી વહેતી સાબરમતી નદીની આરતી અને પૂજન કરાશે. આ આરતી વારાણસીમાં જે રીતે ગંગામૈયાની આરતી થાય છે અને પૂજન થાય છે તે રીતે જ યોજવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી સત્તાધીશોએ તથા જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓએ લીધો છે. મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે આજે સાંજે 6.45 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.

  MS યુનિવર્સિટીમાં પોલિટેકનિક રેગિંગ કેસમાં 9 વિદ્યાર્થીઓની ધરપકડ
  વડોદરાની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં માર્ચ 2014માં બનેલી રેગિંગની ઘટનામાં સંડોવાયેલા નવ સ્ટુડન્ટ સામે સિન્ડીકેટની બેઠકમાં પગલાં ભરવાની મંજૂરી અપાઈ છે. જેના પગલે વિદ્યાર્થી કુલદીપ મોરીની યુનિવર્સિટીમાંથી કાયમી ધોરણે હકાલપટ્ટી કરાઈ છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સિદ્ધાર્થ ઝાલા, મયૂર પટેલ, કેતન ધમાલીયા, સચીન પટેલ અને મૌલિક પરમારને બે વર્ષ માટે અભ્યાસ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે જયેશ બલાઈ, વિકાસ દુબે અને હરપાલ રાણાને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધીનું ફરમાન કરાયું છે.

  રાજકોટમાં ગટરે એથલેટિક કોચનો ભોગ લીધો
  શહેરનાં મહિલા કોલેજ પાસેના અંડર બ્રિજમાં આવેલી ખુલ્લી ગટરે સાયકલ સવારપૂર્વ એથ્લેટિક કોચનો ભોગ લીધો છે. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથ્લેટિક કોચ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા બાબુભાઇ છગનભાઇ મકવાણા આજે વહેલી સવારે તેમનાં ઘરેથી સાયકલ લઇ જીમખાના જવા નીકળ્યા હતાં. દરમિયાન મહિલા કોલેજ અંડર બ્રિજની સાયકલ ટ્રેકમાં પાણીના નિકાલ માટેની ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાબુભાઇ સાયકલ સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યાં હતા. અકસ્માતે પટકાયેલા બાબુભાઇને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

  રિચેકિંગમાં 27 ગુણ વધતા વિદ્યાર્થિનિ ટોપ 10માં
  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ, 2014માં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષામાં સાયન્સ ટેકનોલોજી વિષયમાં ઓછા માર્કસ મળતા વિરમગામની એક વિદ્યાર્થિની કાજલ ભરતભાઈ પ્રજાપતિએ રિચેકીંગ કરાવતા 27 માર્કસનો વધારો થયો હતો. એટલું જ નહિ વિદ્યાર્થિનિની માર્કશીટમાં 69 ગુણને બદલે ગુણ સુધારીને 96 લખવામાં આવતા આ વિદ્યાર્થિનીનો રાજ્યના ટોપ ટેનમાં અને વિરમગામ કેન્દ્રમાં પ્રથમ સ્થાનમાં સમાવેશ થયો છે.

  gujarat-congress

  ગુજરાત કોંગ્રેસ 'શક્તિદળ' જેવું શક્તિશાળી સંગઠન રચશે
  ગુજરાતમાં નામશેષ થઇ ગયેલી કોંગ્રેસ પાર્ટીને ફરીથી બેઠી કરવા હવે પ્રદેશના આગેવાનોએ 'સંપ ત્યાં જંપ'ની રાહે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ માટે શંકરસિંહ વાઘેલાએ અગાઉ રચેલા 'શક્તિદળ' જેવા સ્વૈચ્છિક સંગઠનની રચના કરવાનું નક્કી કરાયું છે. આ સંગઠનમાં યુવાશક્તિને સાંકળવામાં આવશે અને પ્રજાના પ્રશ્નો માટે આક્રમક લડત ચલાવાશે. ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો મતભેદો અને મનભેદો ભૂલીને સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો છે. પ્રથમ સ્વૈચ્છિક સંગઠનની સ્થાપના ટૂંક સમયમાં કરાશે. તેના માટે પ્રદેશના અગ્રણીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ ચૂકી છે.

  ગુજરાતમાં તહેવારોના દિવસમાં આતંકી હુમલાની શક્યતા
  આતંકવાદીઓ મોટાભાગે તહેવારોના દિવસોમાં હુમલા કરતા હોય છે. હુમલાઓની વરસી ટાણે જ મુંબઈના પોલીસ કમિશનરને ત્રાસવાદીઓએ ધમકીભર્યો પત્ર મોકલાવ્યો હતો. જેના પગલે ગુજરાત પોલીસ પણ સર્તક બની છે. રાજ્યના રેલવે સ્ટેશનો, એરપોર્ટ, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના રેલવે સ્ટેશનો ઉપર લાંબા રૂટની ટ્રેનોમાં ડોગ સ્કવોડ અને બોમ્બસ્કવોડની મદદથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

  અમદાવાદના શાહપુરમાં ઇદ પૂર્વે કોમી અથડામણ
  અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઇદ પૂર્વે કોમી અથડામણ થઇ હતી. અથડામણ ગંભીર સ્વરૂપ લે એ પહેલા જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

  પાટણમાંથી નાસી છૂટેલો આતંકવાદી દિલ્હીમાં પકડાયો
  ગુજરાતના પાટણ જિલ્લામાં શસ્ત્રોના વિપુલ જથ્થા સાથે પકડાયેલો આતંકવાદી અબ્દુલ સુભાન તેની પ્રવૃત્તિઓને કારણે 10 વર્ષ માટે સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. સારા વર્તન બદલ તેને ૮ વર્ષ પછી છોડી દેવામાં આવ્યો હતો અને તે ફરી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ કરવા માંડ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ લશ્કરે તોઇબા સંગઠન સાથે સંકળાયો હતો. તેમજ દેશભરમાંથી યુવાનોની આ સંગઠનમાં ભરતી કરાવતો હતો. દિલ્હી પોલીસે સોમવારે તેને પકડી પાડ્યો હતો.

  મુંબઇમાં ગુજરાતી નેતાઓ ફ્લોપ
  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. મુંબઇમાં ગુજરાતનીઓની વસતી નોંધપાત્ર હોવા છતાં ભાજપનું વલણ દર્શાવે છે કે મુંબઇમાં ગુજરાતી નેતાઓ ફ્લોપ સાબિત થાય છે. આ કારણે જ મુંબઈની સવા કરોડથી વધુ વસ્તીમાં 30 ટકાથી વધુ ગુજરાતીઓની વસતી હોવા છતાં શહેરની 36 બેઠકમાંથી 30 ટકાના પ્રમાણ મુજબ 10 બેઠકો ગુજરાતીઓને ફાળવવાને બદલે માત્ર ચાર બેઠક પર જ ગુજરાતી ઉમેદવારને ટિકીટ આપવાની તૈયારી મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની ભાજપની ફોર્મ્યુલા અનુસાર પાર્ટી ચાર ગુજરાતી, પાંચ મરાઠી, બે મારવાડી, બે ઉત્તર ભારતીય, એક મુસ્લિમ અને એક સરદાર (શીખ)ને ટિકિટ આપી શકે છે. ભાજપ પાસે અત્યારે 13 બેઠક છે, આથી શિવસેના પાસેથી વધુ બે બેઠકો માગવી પડશે. જો શિવસેના તે આપશે તો જ ચાર ગુજરાતીને ચૂંટણી લડવા મળશે.

  English summary
  29 July, 2014 : News highlights of Gujarat

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more