For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો, ખંભાતમાં કોમી તનાવ, રાજકોટમાં વેપારીની આત્મહત્યા

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ઉમરગામમાં સાત વર્ષીય બાળકી બની દીપડાનો શિકાર

ઉમરગામમાં સાત વર્ષીય બાળકી બની દીપડાનો શિકાર

ઉમરગામમાં આવેલા વાડી ગામમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલી ત્રણ માસૂમ બહેનપણીઓ પર દીપડાએ હુમલો કર્યો હતો જે પાકી પૈકી આઠ વર્ષી નિકિતાને દીપડો ઉપાડી ગયો હતો. જેમાં બાળકીનું મોત થયું હતું. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ બાળકી સાથેની નાની બાળાઓએ બૂમાબૂમ કરતા સૌ ભેગા થઈ ગયા હતા. પરંતુ નિકિતાને બચાવી શકાય ન હતી.બાળકીને હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

2008 અમદાવાદ બ્લાસ્ટના આરોપીની થઈ દફન વિધી

2008 અમદાવાદ બ્લાસ્ટના આરોપીની થઈ દફન વિધી

ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયેલા આઠ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે પૈકી એક આરોપી 2008માં અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો આરોપી મુજીબ શેખ પણ હતો. અને તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હતો. ગત રાત્રે જ્યારે તેનો મૃતદેહ જુહાપુરા લાવવામાં આવ્યો ત્યારે જુહાપુરામાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યા હતો. અને આજે સવારે પણ જ્યારે તેની દફન વિધી થઈ ત્યારે વિસ્તારમાં કોઈ અઘટિત ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

કેજરીવાલ 18 નવેમ્બરે લેશે ભાવનગરની મુલાકાત

કેજરીવાલ 18 નવેમ્બરે લેશે ભાવનગરની મુલાકાત

ગુજરાતમાં ચૂંટણી પહેલા પોતાની રાજકીય કદ વિસ્તારવા કેજરીવાલ અવાર નવાર ગુજડરાત મુલાકાત કરતા રહે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 18 નવેમ્બરે ભાવનગરની મુલાકાત લેવાન છે.કેજરીવાલ ભૂતપૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાની હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા અને મત અંકાવા આતુર છે.

ખંભાતમાં બે કોમ વચ્ચે પત્થરમારો

ખંભાતમાં બે કોમ વચ્ચે પત્થરમારો

ખંભાતના પીઠ વિસ્તારમાં મંગળવારે બપોરે નજીવી બાબતે બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા અને મામલો ઉગ્ર બનતા હિન્દુ મુસ્લિમ ટોળાએ એકબીજા પર પત્થરમારો કર્યો હતો. તહેવારના સમયમાં પરિસ્થિતિ ન વણસે તે માટે પોલીસે સતર્કતા વાપરી પોલીસકાફલો ઘટના સ્થળે ઊતાર્યો હતો. વધુમાં ઉગ્ર બનેલા ટોળાને નાથવા ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. આ પરિસ્થિતિમાં ટોળાના કેટલાક લોકોએ પોલીસ ઉપર પર હુમલો કર્યો હતો.

અકસ્માતને પગલે મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર ચક્કાજામ

અકસ્માતને પગલે મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર ચક્કાજામ

ઉમરગામ તાલુકાના અચ્છાડ ગામ પાસે પસાર થતા હાઈવે ઉપર કારચાલકે બાઈકચાલકને અડફેટે લેતા એકનું મોત થયું હતું . જેથી રોષે ભરાયેલા લોકોએ હાઇ વે ઉપર ચક્કાજામ કર્યો હતો. અહીં સ્થાનિકોના ટોળા ધસી આવતા પોલીસ અને રાજકારણીઓએ સ્થાનિકોને સમજાવી મહામહેનતે હાઈવે ફરી ખોલાવ્યો હતો. તહેવારના સમયે મોટા પાયે લોકો ટ્રાવેલિંગ કરતા હોવાથી મુંબઈ અમદાવાદ ના વાહનોનો ટ્રાફિક ઉમરગામ પાસે મોટી સંખ્યામાં જામ થયો હતો.

ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી

ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે. જે મુજબ 22/11/2016 થી 27/11/2016 સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જ્યારે 9/12/2016 ના દિવસે મતદાન થશે. અને 12/12/2016ના રોજ મતગણના કરવામાં આવશે .

રાજકોટના વેપારીનો બે સંતાનો સાથે આપઘાત

રાજકોટના વેપારીનો બે સંતાનો સાથે આપઘાત

રાજકોટમાં ગઇકાલે મોડી સાંજે એક વેપારીએ પોતાના 6 વર્ષીય પુત્ર તથા ચાર વર્ષની પુત્રી સાથે ન્યારી ડેમમાં પડીને આપઘાત કર્યો હતો. રાજકોટમાં તહેવારના વાતાવરણમાં આત્મહત્યાની ઘટના બનતા સેજપાલ પરિવારમાં શોક ફરી વળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વેપારી તથા સંતાનોની લાશ બહાર કાઢી હતી. વેપારીએ પુત્ર-પુત્રી સાથે પહેલા વેફર અને ગાંઠિયા ખાધા હતા. બાદમાં ડેમમાં ઝંપલાવ્યું હતું. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ગીતામંદિર પાસે આવેલા મયૂરપાર્કમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના વેપારી 42 વર્ષના કિરણભાઇ વસંતભાઇ સેજપાલ પોતાની 4 વર્ષની પુત્રી નિષ્ઠા અને 6 વર્ષીય પુત્ર ધ્રુવીલ સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં વધુ એક યુવાનની મોત, કારણ રખડતા ઢોર

વડોદરામાં વધુ એક યુવાનની મોત, કારણ રખડતા ઢોર

દક્ષિણ ગુજરાતમાં રખડતા ઢોર લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. વડોદરામાં ગાયનું શિંગડું વાગતા એક્ટિવા પર જઇ રહેલા યુવાનની મોત થઇ છે. જે બાદ લોકોએ રખડતા ઢોરોની મુશ્કેલી અંગે ભારે રોષ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા પણ અમદાવાદ અને સુરતમાં આવા કિસ્સા બની ચૂક્યા છે.

પોલીસ સ્ટેશનમાં જ યુવકે કર્યો આપઘાત

પોલીસ સ્ટેશનમાં જ યુવકે કર્યો આપઘાત

અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક યુવકની પત્નીએ ઘરેલું હિંસાનો કેસ કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લીધો હતો.જે બાદ ચકચાર મચી ગઈ હતી. શાહઆલમમાં રહેતા રફીક શેખની પત્નીએ ઘરેલું હિંસાના ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં કહ્યું હતું કે રફીક તેની પુત્રી પાસે અઘટિત માંગણી કરે છે. જે રફીકે બાદ મંગળવારની રાત્રે લોકઅપમાં ઓઢવાની ચાદરથી આપઘાત કર્યો હતો. રાત્રિ દરમિયાન પીએસઓ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ નામના પોલીસકર્મીની ડ્યુટી હતી. તે દરમિયાન આ ઘટના બનતા પોલીસની બેદરકારી બહાર આવી છે. આજે બપોરે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે ઘટના સ્થળે પહોંચી આપઘાતની વિગતો મેળવી છે.

English summary
Read here, 2nd november 2016's, Gujarat top news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X