વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ

વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલી યોગ સમિતિ દ્વારા ૧૦૦ થી વધારે જગ્યાઓ પર જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ પૂર્વે ત્રિ દિવસીય શિબિરનું આયોજન થઈ રહ્યું છે, જેમાં યોગા કરી લોકોને સ્વસ્થ જીવન જીવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

yoga

વલસાડમાં મેડિકલ કોલેજ, નૂતન કેળવણી મંડળની ૭- કોલેજો મળીને સંસ્કાર કેન્દ્ર , ગીતા સદન હોલ, લાયન્સ ક્લબ હોલ વિગેરે જગ્યાઓમાં શિબિર થઈ રહી છે. અન્ય તાલુકાઓમાં પણ એવી રીતે વિવિધ જગ્યાઓ પર શિબિર ચાલી રહી છે.

ફણસાની વાડિયા હાઈસ્કુલ દ્વારા વિશ્વ યોગ દિનની જન-જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી. યોગનો લોકોમાં પ્રચાર અને પ્રસાર થાય એવા શુભ હેતુથી જન-જાગૃતિ અભિયાન સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કા શાહ ઉપસ્થિત રહી યોગનું મહત્વ સમજાવી તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X