લોરેન્સ બિશ્નોઇના 2 સાગરિતો 17 લાખના ડ્રગ્સ સાથે સુરેન્દ્રનગરથી ઝડપાયા
સુરેન્દ્રનગરમાં 75 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 લોકોની ધપરકડ કરવામાં આવી હતી. આરોપી પંજાબના કુખ્યાત ગેંગ્સ્ટર બિશ્નોઇ ગેંગના હોવાનું સામે આવ્યુ છે. એલસીબીની ટીમે બાતમી મળી હતી કે, બિશ્નોઇ ગેંગના 2 આરોપી ગોકુલ હોટેલ પાસે આવેલા એક ફ્લેટમાં રહે છે. પોલીસ દ્વારા તેમના પર વોચ ગઠવીને હતી. આરોપીઓ પાસેથી 17.60 લાખનું 176 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યો હતો. આરોપઓ અઠવાડીયાથી ભાડાના ફ્લેટમાં રહેતા હતા.

બિશ્નોઇ ગેગના બે આરોપી અક્ષયકુમાર ડેલુ પંજાબ, અંકિત વિષ્ણુ બિશ્નોઇ બંજાબ, અને વિક્રમસિહ બળવંતસિહ જાડેજા કચ્છ વાંકુને જેલમાં એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. બે આરોપીઓ પર રાજસ્થાન પોલીસે 25 હજારનું ઇનામ પણ જાહેર કરેલ છે.
આરોપીઓએ રાજસ્થાનના જૈન પરિવાર પાસે લોરેન્સ બિશ્નોઇના ભાઇના કહેવાથી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. બિશ્નોઇ ગેગના આરોપી જેની પાસેથી ખંડણી માગવાની હોય તેમને પહેલા ચિઠ્ઠી આપતા અને ત્યાર બાદ ફોન કરીને પૈસાની માગ કરતા હતા. તેમજ ઘર અને દુકાન પાસે જાહેરમાં ફાયરિગ કરતા હતા.
ઝડપાયેલા આરોપીની અમદાવાદ એટીએસની ટીમે પમ સુરેન્દ્રનગર દોડી પુછપરછ હાથ ધરી હતી. આરોપીઓ પાસેથ હજી મોટા ખલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
