For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોરબંદરઃ બરડા ડુંગરમાંથી વનવિભાગના ગુમ થયેલા 3 કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા

ગુજરાતના પોરબંદરમાંથી એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પોરબંદરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં પોરબંદરમાં બરડા ડુંગરમાં વન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુમ થવાના સમાચારમાં સગર્ભા ફોરેસ્ટ ગાર્ડ અને તેના શિક્ષક પતિ અને અન્ય એક રોજમદાર બરડા ડુંગરમાંથી ગુમ થઈ ગયા હતા. હાલમાં ત્રણેયના મૃતદેહો રહસ્યમય સંજોગોમાં મળી આવ્યા છે. બરડા ડુંગરમાં આવેલ કોઠવાળા નેસ નજીક ત્રણેયના મૃતદેહો મળી આવ્યાચે. હાલમાં તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુના કારણ જાણી શકાશે.

forest

ઉલ્લેખીનીય છે કે બરડા ડુંગરના વન વિભાગમાં એક મહિલા કર્મચારી સહિત 3 કર્મચારીઓ ગુમ થવાની માહિતી સામે આવી. બનાવની વિગત એવી છે કે ગોઢાણા નજીકના કુંડ પાસેથી ત્રણેય કર્મચારી ગુમ થયાની પ્રાથમિક માહિતી સામે આવી. આ ત્રણેય કર્મચારીઓ ગઈ કાલે સાંજથી ગુમ થયા હોવાની માહિતી મળી છે. વળી, ડુંગરના રસ્તા પરથી તેમની ગાડી પણ મળી આવી છે. વનવિભાગ અને પોલિસ દ્વારા આ કર્મચારીઓની શોધખોળ ચાલુ છે. તેઓ ગઈ કાલ સાંજથી ગોઢાણા પાસેથી કુંડ નજીકથી સંપર્કવિહોણા થઈ ગયા છે. પોલિસને બનાવાની જાણ થતાં જ વન વિભાગ સાથે મળીને જંગલના વિસ્તારોમાં તેમની શોધખોળ હાથ ધરાઈ રહી છે.

મળતી માહિતી મુજબ વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટગાર્ડ, તેમના પતિ અને વન વિભાગનો એક રોજમદાર કર્મચારી ગઈકાલે બપોરે બરડા ડુંગરના જંગલમાં ગયા હતા અને અત્યારે 24 કલાકથી પણ વધુ સમયથી ગુમ છે. વળી, ગુમ મહિલા કર્મચારી સગર્ભા છે. વન વિભાગ, એલસીબી, એસઓજીની ટુકડીઓ દ્વારા સ્થાનિક લોકો તેમજ ગુમ કર્મચારીઓને મોબાઈલ ફોન અને વાયરલેસ વોકીટોકી દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ રહી છે.

BJP-RSS સાથે મિલીભગતના આરોપો પર ફેસબુકે આપી સફાઈBJP-RSS સાથે મિલીભગતના આરોપો પર ફેસબુકે આપી સફાઈ

English summary
Porbandar forest department's 3 missing employees dead body found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X