For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 3 મંત્રીઓએ 7 માંગણીઓ કેન્દ્રીય HRD મંત્રી સમક્ષ રજૂ કરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાતના ત્રણ પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વસુબેન ત્રિવેદી અને નાનુભાઇ વાનાણીએ આજે દિલ્હીમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને મળીને 7 માંગણીઓ રજૂ કરી હતી.

ગુજરાતના પ્રધાનનોની માંગણીઓના સંદર્ભમાં કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખાતરી આપતા જણાવ્યું હતું કે તેમનું મંત્રીલય વડોદરાની એમ એસ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની માંગણીના મુદ્દે વિચારણા કરશે.

smriti-irani

ગુજરાતના પ્રધાનોની અન્ય માંગણીઓ આ મુજબ છે...

  1. કેન્દ્ર સરકારની SSA અને RMSA યોજનામાં સુધારો કરવો.
  2. વડોદરાની એમ એસ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવો.
  3. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ ટ્રેઇનિંગને રાષ્ટ્રીય ઓળખ આપવી.
  4. કહેવામાં આવેલા જિલ્લાઓમાં 8 નવી નવોદય શાળાઓને મંજુરી આપવી.
  5. બહુભાષિય એટેન્ડન્સ સિસ્ટમ, પીપીપી, શાળાઓને ઓળખપત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ વગેરે જેવી યોજનાઓને ભારત સરકારનું ફંડ આપાવવું.
  6. વર્ચ્યુઅલ ક્લાસરૂમના પાઇલોટ પ્રોજેક્ટ માટે 7 ડીટીએચ ચેનલની ફાળવણી કરવી અને તેના માટે જરૂરી ફંડ ફાળવવું.
  7. વિદ્યાર્થીઓમાં પોષક આહારની ગુણવત્તા સુધારવા માટે મીડ ડે મીલ યોજનામાં સુધારો કરવો.
English summary
3 Gujarat ministers made 7 demands before union HRD minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X