અમેરિકાથી પરત આવેલા ગુજરાતના 33 નાગરિકો સુરક્ષિત ઘરે મોકલાયા
અમેરિકામાંથી પરત આવેલા ગુજરાતના તમામ 33 નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસની નજર હેઠળ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
33 નાગરિકોના રહેવાસના વિસ્તારોની વિગતોના આધારે સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમની નજર હેઠળ સરકારી વાહન દ્વારા આ નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયામાં સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
અમેરિકામાંથી પરત આવેલા કુલ 104 ભારતીય નાગરિકોમાંથી 33 નાગરિકો ગુજરાતના હતા. આ નાગરિકો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમની ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ અનુસાર, ગુજરાતના ૩૩ નાગરિકોની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
અમૃતસર ખાતે જરૂરી ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ ગુજરાતના આ તમામ ૩૩ નાગરિકોને વાયા દિલ્હી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા, જ્યાં તેઓ આજે વહેલી સવારે 6.10 કલાકે પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
