
કચ્છમાંથી ચરસના 375 પેકેટ ઝડપાયાં, કરોડોમાં છે કિંમત
ગુજરાત પોલીસે હાલમાં ડ્રગ્સ તસ્કરો વિરુદ્ધ પહેલ ચલાવી રહી છે. કચ્છ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન જબરી સફળતા હાંસલ થઇ છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિવિધ ડ્રગ્સ એજન્સીના 375 પેકેટ જપ્ત કર્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત થયેલા આ ચરસ ડ્રગ્સની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે.

ચરસના પેકેટ ઝડપાયાં
પોલીસનું કહેવું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્ટોક છે. પશ્ચિમી કચ્છની મરીન પોલીસને ચરસનાં 206 પેકેટ મળ્યાં છે. ઇન્ડિયા કેસ્ટ ગાર્ડની ટીમને 34 પેકેટ, મરીન ટાસ્ક ફોર્સને ડ્રગ્સના 56 પેકેટ મળ્યા છે. બીએસએફે 20 પેકેટ જપ્ત કર્યા છે, કુલ 375 પેકેટ મળ્યાં છે.

પેકેટની તપાસ કરાશે
કચ્છના સમુદ્રી વિસ્તારોમાં ડ્રગ તસ્કરો વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચાલુ છે. તટથી જપ્ત પેકેટના આંકડા વધતા જઇ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પકડાયેલ ડ્ગ્સને તસ્કરોએ પોલીસના ડરથી ફેંકી દીધા હશે. આ પેકેટને સમુદ્રી તટ પરથી જપ્ત કરવમાં આવ્યા છે. ડ્રગ્સ ક્યારે બનાવવામાં આવ્યા તે અંગે ડ્રગ્સના પેકેટ્સની તપાસ કરવામાં આવશે.

હથિયારોની સપ્લાઇટ કરતી ગેંગ ઝડપાઇ હતી
અગાઉ ગુજરાત પોલીસની એટીએસે હથિયાર સપ્લાય કરતા એક રેકેટનો ખુલાસો કર્યો હતો. પોલીસે શનિવારે 54 લિદેશી અને દેસી હથિયારો પણ જપ્ત કર્યા હતા. હથિયારોમાં ઑટોમેટિક રાઇફલની સાથે નાના વિસ્ફોટક અને વેમ્બલી મેડ હથિયારો પણ સામેલ હતા.