વલસાડમાં હર ઘર તિંરગા અભિયાન માટે 4.37 લાખના તિરંગા વેચાયા!
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને વલસાડ જિલ્લામાં શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને વલસાડ જિલ્લામાં શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વતંત્ર પર્વની ઉજવણીને ત્રણ દિવસનો સમય બાકી છે ત્યારે વલસાડ જિલ્લામાં તિરંગાની ખરીદી કરવાને લઇને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડના ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં અત્યાર સુધીમાં 4.37 લાખના રાષ્ટ્રધ્વજ વેચાઈ ચૂકયા છે. તેમ છતાં લોકોમાં તિરંગાની માંગ દિવસે દિવસે વધી રહી હોવાથી વધુ સ્ટોક મંગાવવામાં આવી રહ્યો છે.

આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના જગાડવા અને તિરંગાના સન્માનને સમજાવવા દેશભરમાં હર ઘર તિંરગા અભિયાન શરૂ કરાયુ છે. ત્યારે, વલસાડ ગ્રામોદ્યોગ ભંડારમાં દેશની આન, બાન અને શાન સમાન ગણાતા તિરંગાની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ બેવડાતા ધસારો વધી રહ્યો છે, જેને પગલે સ્ટોક ખલાસ થઈ ગયો છે. વધુ રાષ્ટ્રધ્વજનો સ્ટોક મંગાવવામાં આવ્યો છે. વલસાડ ખાદી ગ્રામોદ્યોગમાં દર વર્ષે સ્વતંત્ર પર્વે 100 રાષ્ટ્રધ્વજનો સ્ટોક મંગાવતા હતા તેમાંથી માંડ 60 થી 70 ધ્વજ વેચાતા હતા અને જે બાકી વધે તે સપ્ટેમ્બર મહિનામાં માછીમારો દરિયો ખેડવા માટે રવાના થતા હોય ત્યારે વેચાઈ જતા હતા. પરંતુ આ વર્ષે હર ઘર તિરંગા અભિયાનને પગલે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ધ્વજનો સ્ટોક ખલાસ થઈ ગયો તો ફરી મંગાવવામાં આવ્યો હતો. હાલમાં તે પણ ખલાસ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 4.37 લાખના વિવિધ સાઈઝના રાષ્ટ્રધ્વજ વેચાઈ ગયા છે. એટલે કે, દેશભરમાં મનાવવામાં આવનાર હર ઘર તિરંગા અભિયાનમાં સમગ્ર દેશ જોડાઇ ગયો છે. ત્યારે, વલસાડ જિલ્લો પણ તેમાં હોશભેંર જોડાયો છે.












Click it and Unblock the Notifications
