મંદિર જઇ રહેલા ભાવિકોની વાન પલ્ટી જતા 4 લોકોના મોત, 2 ઘાયલ
ખેડા જિલ્લામાં વાન પલ્ટી જતાં ચાર લોકોના મોત થયા હતા, આ સાથે આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ખેડા જિલ્લામાં વાન પલ્ટી જતાં ચાર લોકોના મોત થયા હતા, આ સાથે આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે બુધવારના રોજ મહિતી આપતા મહુધા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત નડિયાદ શહેર નજીક મહુધા શહેરમાં મધ્યરાત્રિએ થયો હતો, જ્યારે છ લોકો આણંદ જિલ્લાના મલતાજ ગામના એક મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

મહીસાગર જિલ્લાના સંતરામપુરથી જઈ રહેલા ભાવિકોની વાનને સામેથી આવી રહેલા ટ્રક સાથે ટક્કર ન થાય તે માટેનો બચાવ કરવાનો પ્રયાસ કરતા સમયે વાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે કારણે તેમની પલ્ટી ગઈ હતી.
આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક વાન સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, અન્ય બે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને અન્ય એક વ્યક્તિનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યાં તેને સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને નડિયાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.












Click it and Unblock the Notifications
