For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 42 લાખ લોકો પરપ્રાંતિઓ, આ બે શહેરોની 50% વસ્તી બીજા રાજ્યોની

ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં આશરે 42 લાખ લોકો અન્ય રાજ્યોમાંથી આવી અહીં રહી રહ્યા છે. ગુજરાતના બે શહેરો (અમદાવાદ અને સુરત)ની 50 ટકા વસ્તી બહારના લોકોની છે.

|
Google Oneindia Gujarati News

ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં આશરે 42 લાખ લોકો અન્ય રાજ્યોમાંથી આવી અહીં રહી રહ્યા છે. ગુજરાતના બે શહેરો (અમદાવાદ અને સુરત)ની 50 ટકા વસ્તી બહારના લોકોની છે. ગુજરાતમાં રહેનારા પરપ્રાંતિઓ મોટાભાગના ઉત્તર-પ્રદેશ અને મહારાષ્ટ્રના છે અને ત્યારબાદ બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો છે. રજીસ્ટાર જનરલ અને વસ્તી ગણતરી કચેરી દ્વારા મળેલા આંકડા અનુસાર આશરે 41.62 લાખ લોકો એવા છે જે પરપ્રાંતિઓ છે, જે પોતાનો પ્રાંત છોડી ગુજરાતમાં વસેલા છે. જ્યારે 15 લાખથી વધુ ગુજરાતીઓ અન્ય રાજ્યોમાં જઈ વસ્યા છે.

ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોની સંખ્યા વધુ

ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોની સંખ્યા વધુ

ગુજરાતનું સુરત એવું શહેર છે, જ્યાંની 64.6 ટકા વસ્તી અહીંની છે, જ્યારે 32.2 ટકા લોકો બહારના છે. જ્યારે અમદાવાદમાં 12.4 ટકા લોકો બહારથી આવી વસ્યા છે. અમદાવાદમાં રાજસ્થાનથી સૌથી વધુ 2.16 ટકા જ્યારે ઉત્તર પ્રદેશથી 1.0 લાખ અને મહારાષ્ટ્રથી 1.10 લાખ લોકો આવી અહીં વસ્યા છે.

બહારના 8.8 લાખ લોકો સુરતમાં વસે છે

બહારના 8.8 લાખ લોકો સુરતમાં વસે છે

વિશ્વ આર્થિક મંચનો હાલનો રિપોર્ટ જે માઈગ્રેશન અને શહેરો પર તેની અસરને લઈ જારી કરવામાં આવ્યો હતો તે અનુસાર એશિયાઈ ક્ષેત્રમાં પુના અને સુરત સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંના છે. આશરે 1.75 લાખ લોકો પોતાના જન્મ બાદ સુરત આવ્યા છે. લગભગ 8.8 લાખ લોકો પોતાના કુટુંબ સાથે આ ડાયમંડ સીટી સુરતમાં આવીને રહે છે. જ્યારે શહેરની કુલ વસ્તી 44.6 લાખની છે.

ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટે મહારાષ્ટ્ર બાદ સુરત

ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટે મહારાષ્ટ્ર બાદ સુરત

મુંબઈમાં રહેનારી મોટાભાગની વસ્તી, સારી તકની શોધમાં સુરત તરફ આકર્ષાય છે. નોકરીની ઉત્તમ તકો, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, રિયલ એસ્ટેટ રોકાણ અને ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટે મહારાષ્ટ્ર બાદ સુરત હવે તેમનું પસંદગીનું શહેર છે.

મીની ઈન્ડિયા છે સુરત

મીની ઈન્ડિયા છે સુરત

ગુજરાતમાં સુરત અને અમદાવાદ ઉપરાંત જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરામાં પણ અન્ય રાજ્યોથી આવનારા લોકોની વસ્તી વધી રહી છે. ગુજરાતના સુરત વિશે તો એવું પણ કહેવાય છે કે, આખુ ભારત સુરતમાં વસે છે. મોટાભાગના પ્રવાસી લોકો કામ અને વ્યવસાયની શોધમાં ગુજરાતના શહેરોમાં આવે છે.

સૌથી વધુ પરપ્રાંતિઓ આ બે શહેરમાં

સૌથી વધુ પરપ્રાંતિઓ આ બે શહેરમાં

ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રમિકો પર થયેલા હાલના હુમલા, પ્રવાસનની સમસ્યા વધતી જઈ રહી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે વિવિધ રાજ્યોથી પાંચ લાખથી વધુ લોકો વાયબ્રન્ટ ગુજરાતમાં ઔધોગિક ક્ષેત્રોનો ભાગ બનાવ ઈચ્છે છે. આઈઆઈએમ-અમદાવાદમાં અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર ચિન્મય તુમ્બેનું કહેવું છે કે, ભારતના પ્રમુખ શહેરોમાં આવનારા પ્રવાસીઓમાંના 70 ટકા સુરતમાં જ્યારે 50 ટકા અમદાવાદમાં આવે છે.

મુંબઈ અને સુરતમાં માઈગ્રેન પીપલની ટકાવારી વધુ

મુંબઈ અને સુરતમાં માઈગ્રેન પીપલની ટકાવારી વધુ

ગુજરાતના અન્ય શહેરોમાં વિસ્થાપિતોની વસ્તી ઓછી છે. તુમ્બેના પુસ્તક ઈન્ડિયા 'મુવિંગ:ધ હીસ્ટી ઓફ માઈગ્રેશન' પ્રકાશિત થઈ હતી. 19મી સદીમાં નિજામ શાસિત હૈદરાબાદ વિખેરાવા લાગ્યુ હતુ. લોકો સદીઓથી મુંબઈ આવે છે. જ્યારે રાજ્યમાં રોજગારી મળતી નથી ત્યારે લોકો પ્રવાસી શહેરો તરફ પલાયન કરે છે. મુંબઈ અને સુરતમાં માઈગ્રેન પીપલની ટકાવારી વધુ છે.

પંજાબ અને ગુજરાત શરણ લેવા માટે પ્રખ્યાત

પંજાબ અને ગુજરાત શરણ લેવા માટે પ્રખ્યાત

ટુમ્બેના જણાવ્યા પ્રમાણે પંજાબ અને ગુજરાત પ્રવાસીઓને શરણ આપવા મામલે દુનિયાભરમાં જાણીતા છે. ગુજરાત અને કેરળ એવા રાજ્ય છે જ્યાં શ્રમિક પ્રવાસ કરવા માટે ઉત્સુક જોવા મળે છે.

English summary
42 lakh people migrants have made Gujarat their home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X